Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ્ય સચરાચરમ્ ।
મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્દ્રષ્ટુમિચ્છસિ ॥ ૭॥

ઇહ એકસ્થમ્ જગત્ કૃત્સ્નમ્ પશ્ય અદ્ય સચરાચરમ્

મમ દેહે ગુડાકેશ યત્ ચ અન્યત્ દ્રષ્ટુમ્ ઈચ્છસિ

મમ - મારા

દેહે - શરીરમાં

એકસ્થમ્ - એક ભાગમાં રહેલા

યત્ - જે

દ્રષ્ટુમ્ - જોવા

ઈચ્છસિ - ચાહે છે

પશ્ય - (તે) જો

ગુડાકેશ - હે અર્જુન !

અદ્ય - હવે

ઇહ - આ

સચરાચરમ્ - જડચેતન સહિત

કૃત્સ્નમ્ - સંપૂર્ણ

જગત્ - જગતને (તથા)

અન્યત્ - બીજું

ચ - પણ

હે ગુડાકેશ ! આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલું સ્થાવર - જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જોવા ઈચ્છે છે તે આજે જો. (૭)