ઋતે અપિ ત્વામ્ ન ભવિષ્યન્તિ સર્વે યે અવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ
શ્રી ભગવાન બોલ્યા :
ત્વામ્ ઋતે અપિ - તારા માર્યા વિના પણ
પ્રત્યનીકેષુ - દરેક સેનામાં
અવસ્થિતાઃ - રહેલા
યે - જે
યોધાઃ - યોદ્ધાઓ (છે)
સર્વે - (તે) બધા
ન ભવિષ્યન્તિ - રહેશે નહીં.
લોકક્ષયકૃત્ - લોકોનો નાશ કરનારો
પ્રવૃદ્ધ: - અતિ ઉગ્ર
કાલ: - મહાકાલ હું
અસ્મિ - છું (અને)
ઈહ - આ સમયે
લોકાન્ - આ લોકોનો
સમાહર્તુમ્ - સંહાર કરનાર
પ્રવૃત્તઃ - પ્રવૃત થયેલો છું
હું લોકોનો નાશ કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો કાળ છું. અને લોકોનો સંહાર કરવા અહીં પ્રવૃત થયો છું. તેથી દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઉભા છે, તેઓ તારા વિના પણ રહેશે નહીં; અર્થાત તું લડશે નહીં, તો પણ નાશ પામશે (૩૨)