Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

કસ્માચ્ચ તે ન નમેરન્મહાત્મન્ ગરીયસે બ્રહ્મણોઽપ્યાદિકર્ત્રે ।
અનન્ત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરં સદસત્તત્પરં યત્ ॥ ૩૭॥

કસ્માત્ ચ તે ન નમેરન્ મહાત્મન્ ગરીયસે બ્રહ્મણ: અપિ આદિકર્ત્રે

અનન્ત દેવેશ જગન્નિવાસ ત્વમ્ અક્ષરમ્ સત્ અસત્ તત્પરમ્ યત્

અનન્ત - હે અનંત !

દેવેશ - હે દેવેશ !

જગન્નિવાસ - હે જગન્નિવાસ

યત્ - જે (કંઈ)

સત્ - સત (સ્થૂળ)

અસત્ - અસત (સૂક્ષ્મ જગત છે)

તત્ - તે બધાથી

ત્વમ્ - આપ

પરમ્ - શ્રેષ્ઠ તથા અવિનાશી

અક્ષરમ્ - સ્વરૂપ છો.

મહાત્મન્ - હે મહાત્મન !

બ્રહ્મણ: - બ્રહ્માના

અપિ - પણ

આદિકર્ત્રે - આદિ સ્ત્રષ્ટા

ચ - અને

ગરીયસે - મહાન ગુરુ

તે - આપને (તેઓ)

કસ્માત્ - શા માટે

ન નમેરન્ - નમસ્કાર ન કરે? (કેમ કે)

હે મહાત્મન્ ! બ્રહ્માના પણ આદિકર્તા અને મહાશ્રેષ્ઠ આપને તેઓ કેમ ન નમે? હે અનંત ! હે દેવેશ્વર ! હે જગન્નિવાસ ! સત્ અસત્ તેમ જ તેનાથી પર જે અક્ષરબ્રહ્મ (સચ્ચિદાનંદધન) છે, તે આપ છો. (૩૭)