Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવંવિધોઽર્જુન ।
જ્ઞાતું દ્રષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરન્તપ ॥ ૫૪॥

ભક્ત્યા તુ અનન્યયા શક્ય: અહમ્ એવંવિધ: અર્જુન

જ્ઞાતુમ્ દ્રષ્ટુમ્ ચ તત્ત્વેન પ્રવેષ્ટુમ્ ચ પરન્તપ

તત્ત્વેન - વાસ્તવિક

જ્ઞાતુમ્ - જાણવાને

ચ - તથા

દ્રષ્ટુમ્ - સાક્ષાત્કાર કરવાને

ચ - અને

પ્રવેષ્ટુમ્ - પ્રાપ્ત થવા માટે

શક્ય: - શક્ય છું.

તુ - પરંતુ

પરન્તપ - હે પરંતપ !

અર્જુન - હે અર્જુન !

અનન્યયા - અનન્ય

ભક્ત્યા - ભક્તિ વડે જ

એવંવિધ: - એવા વિશ્વરૂપવાળો

અહમ્ - હું

હે શત્રુને તપાવનાર અર્જુન ! માત્ર અનન્ય ભક્તિ વડે એ પ્રકારે તત્ત્વથી જાણવા, જોવા તથા પ્રવેશ કરવા હું શક્ય છું. (૫૪)