Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

પશ્યાદિત્યાન્વસૂન્ રુદ્રાનશ્વિનૌ મરુતસ્તથા ।
બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત ॥ ૬॥

પશ્ય આદિત્યાન્ વસૂન્ રુદ્રાન્ અશ્વિનૌ મરુત: તથા

બહૂનિ અદૃષ્ટપૂર્વાણિ પશ્ય આશ્ચર્યાણિ ભારત

પશ્ય - જો

તથા - તથા

અદૃષ્ટપૂર્વાણિ - પહેલા ન જોયેલા

બહૂનિ - બીજા ઘણાય

આશ્ચર્યાણિ - આશ્ચર્યજનક રૂપોને

પશ્ય - તું જો

ભારત - હે અર્જુન ! (મારામાં)

આદિત્યાન્ - બાર સૂર્યોને

વસૂન્ - આઠ વસુઓને

રુદ્રાન્ - અગિયાર રુદ્રોને

અશ્વિનૌ - બે અશ્વિનીકુમારોને (તથા)

મરુત: - (૪૯) વાયુઓને

હે ભારત ! આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિનીકુમારો તથા મરુતો તું જો; (અને) પૂર્વે નહિ જોયેલા ઘણા આશ્વર્યો તું જો; (૬)