અનેકબાહૂદરવક્ત્રનેત્રં પશ્યામિ ત્વાં સર્વતોઽનન્તરૂપમ્ । નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિં પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ ॥ ૧૬॥
અનેક બાહૂ ઉદર વક્ત્રનેત્રમ્ પશ્યામિ ત્વામ્ સર્વત: અનન્તરૂપમ્
ન અન્તમ્ ન મધ્યમ્ ન પુન: તવ આદિમ્ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ
પુન: - વળી
તવ - આપના
અન્તમ્ - અંતને
ન - (જોતો) નથી
મધ્યમ્ - મધ્યને
ન - (જોતો) નથી
આદિમ્ - (તેમ) આદિને (પણ)
પશ્યામિ - હું જોતો નથી.
વિશ્વેશ્વર - હે વિશ્વના સ્વામી !
વિશ્વરૂપ - હે વિશ્વરૂપ !
અનન્તરૂપમ્ - અનંત રૃપોવાળા
બાહૂદર વક્ત્રનેત્રમ્ - અનેક હાથ, પેટ, મુખ અને નેત્રોવાળા
ત્વામ્ - આપને
સર્વત: - સઘળે ઠેકાણે
પશ્યામિ - હું જોઉં છું.
હે વિશ્વના ઈશ્વર ! આપને અનેક બાહુ, અનેક પેટ, અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા સર્વ તરફ અનંત રૂપવાળા હું જોઉં છું. હે વિશ્વરૂપ! આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી. (૧૬)