Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અર્જુન ઉવાચ ।
પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂતવિશેષસઙ્ઘાન્ ।
બ્રહ્માણમીશં કમલાસનસ્થમૃષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન્ ॥ ૧૫॥

પશ્યામિ દેવાન્ તવ દેવ દેહે સર્વાન્ તથા ભૂતવિશેષસંઘાન્

બ્રહ્માણમ્ ઈશમ્ કમલાસનસ્થમ્ ઋષીન્ ચ સર્વાન્ ઉરગાન્ ચ દિવ્યાન્

અર્જુન બોલ્યો:

બ્રહ્માણમ્ - બ્રહ્માને

ચ - અને

ઈશમ્ - મહાદેવને,

સર્વાન્ - બધા

ઋષીન્ - ઋષિઓને

ચ - તથા

દિવ્યાન્ - દિવ્ય

ઉરગાન્ - સર્પોને

પશ્યામિ - હું જોઉં છું.

દેવ - હે દેવ !

તવ - આપના

દેહે - શરીરમાં

સર્વાન્ - બધા

દેવાન્ - દેવોને,

ભૂતવિશેષસંઘાન્ - જુદા જુદા પ્રાણી સમુહોને

તથા - તથા

કમલાસનસ્થમ્ - પદ્માસનવાળી બેઠેલા

હે દેવ ! આપના દેહમાં સર્વ દેહોને, ભૂતોના અનેક સમૂહોને, કમલાસન પર બેઠેલા સૃષ્ટિકર્તા બ્રહ્માને, સર્વ ઋષિઓને, શંકરને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું. (૧૫)