Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર ।
દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ ॥ ૩॥

એવમ્ એતત યથા આત્થ ત્વમ્ આત્માનમ્ પરમેશ્વર

દ્રષ્ટુમ્ ઈચ્છામિ તે રૂપમ્ ઐશ્વરમ્ પુરુષોત્તમ

એવમ્ - એવા

એતત - એ

તે - આપના

ઐશ્વરમ્ - ઐશ્વર્યયુક્ત

રૂપમ્ - રૂપને

દ્રષ્ટુમ્(પ્રત્યક્ષ) - જોવાને

ઈચ્છામિ - ઈચ્છું છું.

પરમેશ્વર - હે પરમેશ્વર !

પુરુષોત્તમ - હે પુરુષોત્તમ !

ત્વમ્ - આપે

યથા - જેવું

આત્માનમ્ - પોતાના સ્વરૂપને

આત્થ - વર્ણવ્યું

હે પરમેશ્વર ! આપ પોતાને જેવા કહો છો તે પ્રમાણે જ છે. હે પુરુષોત્તમ ! આપનું તે ઐશ્વર્યમયરૂપ હું જોવા ઈચ્છું છું. (૩)