કેમ કે હે કમળની પાંખડી જેવા નેત્રવાળા ! ભૂતોની ઉત્પત્તિ અને નાશ મેં વિસ્તારથી આપની પાસેથી સાંભળ્યા; તેમ જ આપણું અવિનાશી માહાત્મ્ય પણ સાંભળ્યું. (૨)
ભાવાર્થ:
ભવાપ્યયૌ
જગતની તથા ભૂતોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું તથા પરમાત્માના માહાત્મ્યનું અનેક પ્રકારે વર્ણન ગીતા - ૭/૪ થી ૭/૧૪, ૮/૧૮ થી ૮/૨૨, ૯/૪ થી ૯/૧૦, ૧૦/૨ થી ૧૦/૧૧ વગેરે ઘણી જગ્યાએ કરેલું છે.