Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સઙ્ગવર્જિતઃ ।
નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાણ્ડવ ॥ ૫૫॥

મત્કર્મકૃત્ મત્પરમ: મદ્ભક્તઃ સંગવર્જિતઃ

નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામ્ એતિ પાણ્ડવ

મત્પરમ: - મારા પરાયણ

સર્વભૂતેષુ - (તથા) સઘળા પ્રાણીઓમાં

નિર્વૈરઃ - વેરભાવથી રહિત (છે)

સ - તે (પુરુષ)

મામ્ - મને (જ)

એતિ - પામે છે.

પાણ્ડવ - હે અર્જુન !

ય: - જે

મદ્ભક્તઃ - મારો ભક્ત

સંગવર્જિતઃ - (સંસારમાં) આસક્તિરહિત

મત્કર્મકૃત્ - મારે માટે કર્મો કરનારો

હે પાંડવ ! જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેરરહિત હોય છે, તે મને પામે છે. (૫૫)

ભાવાર્થ:

ભગવાન ભક્તની ઈચ્છા મુજબનું રૂપ ધારણ કરે છે. તુલસીદાસે કહ્યું કે -

કીત મુરલી કીત ચંદ્રિકા, કીત ગોપીયનકો સાથ

પરંતુ મને તો આપનું ધનુષ્યબાણધારી રૂપ વધારે ગમે છે. તો પરમાત્માએ ભક્તને રાજી કરવા માટે તેની માંગણી મુજબનું -

તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્યબાણ લ્યો હાથ

ધનુષ્યબાણધારી રૂપ ધારણ કર્યું. આમાં પરમાત્માની કરુણા - ભક્તવત્સલતા - ભક્તાધીનપણાનું દર્શન છે.

સાધક અને ભક્તમાં આટલો ફરક છે. સાધક કહે છે કે, "હે પ્રભુ ! તુ જેવો છું તેવો હું તને સ્વીકારું છું.

યાદૃશોઽસિ જગન્નાથ તાદૃશાય નમોનમઃ |

હું બદલાઈશ. તને બદલાવવાનું નહીં કહું. આ સંકલ્પનો માર્ગ છે.

જયારે ભક્ત કહે છે કે - મને ગમે તેવી જાતનું રૂપ તમે ધારણ કરો. હું તો જેવો છું તેવો જ રહીશ અને એવા એવા જેવા તેવાનું મારુ તમે રક્ષણ કરો.

યાદૃશોઽસ્મિ જગન્નાથ તાદૃશાય ચ પાહિ મામ

મારુ એટલું બધું સામર્થ્ય નથી કે હું મારી જાતે બદલાઈ શકું.

જેવો તેવો પણ તારો - હાથ પકડ પ્રભુ મારો (પુનિત)

આ શરણાગતિનો માર્ગ છે.

ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપદર્શનયોગો નામ એકાદશો અધ્યાયઃ |

અધ્યાય - ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

(૧) એક પરમાત્મામાં સમાયેલી સચરાચર સૃષ્ટિનું દર્શન થાય છે.

(૨) વિશ્વરૂપદર્શન સમગ્રદર્શન છે. સંશ્લેષ્ણાત્મક છે.

(૩) આત્મામાં સર્વભૂતોને જુએ - આત્મનિ ચ સર્વાણિ ભૂતાનિ

(૪) સમેટીને બતાવવાની સમૂહ પ્રક્રિયા છે

અધ્યાય - ૧૦

વિભૂતિયોગ

(૧) ભગવાને સ્થૂળ સૂક્ષ્મ સૃષ્ટિના વિવિધ આવિર્ભાઓમાં પોતે ક્યા ક્યાં પરોવાયા છે તે બતાવ્યું છે. સર્વભૂતોમાં રહેલા પરમાત્માનું એ વ્યાપક દર્શન છે.

(૨) વિભૂતિદર્શન વિશ્લેષણાત્મક છે.

(૩) સર્વભૂતેષુ ચ આત્મા નમ્ - સર્વ ભૂતોમાં આત્મા જુએ

(૪) ખોલીને બતાવવાની વ્યૂહ પ્રક્રિયા છે.