Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

તસ્માત્ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જિત્વા શત્રૂન્ભુઙ્ક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્ ।
મયૈવૈતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્ ॥ ૩૩॥

તસ્માત્ત્ ત્વમ્ ઉત્તિષ્ઠ યશ: લભસ્વ જિત્વા શત્રૂન્ ભુંક્ષ્વ રાજ્યમ્ સમૃદ્ધમ્

મયા એવ એતે નિહતાઃ પૂર્વમ્ એવ નિમિત્તમાત્રમ્ ભવ સવ્યસાચિન્

ભુંક્ષ્વ - ભોગવ

પૂર્વમ્ - પહેલેથી

એવ - જ

મયા - મેં

એતે - આ બધા

નિહતાઃ એવ - મારેલા જ છે. (માટે)

સવ્યસાચિન્ - હે અર્જુન ! (તું)

નિમિત્તમાત્રમ્ - નિમિત્તમાત્ર

ભવ - થા

તસ્માત્ત્ - તે માટે

ત્વમ્ - તું

ઉત્તિષ્ઠ - ઉભો થા

શત્રૂન્ - શત્રુઓને

જિત્વા - જીતીને

યશ: - યશ

લભસ્વ - મેળવ

સમૃદ્ધમ્ - ધનધાન્યથી પૂર્ણ

રાજ્યમ્ - રાજ્યને

માટે હે અર્જુન ! તું ઉઠ, શત્રુઓને જીતી યશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. મેં આમને પ્રથમથી જ માર્યા છે, તું માત્ર નિમિત્તરૂપ થા. (૩૩)