Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અર્જુન ઉવાચ ।
દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ।
ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ ॥ ૫૧॥

દૃષ્ટ્વા ઈદમ્ માનુષમ્ રૂપમ્ તવ સૌમ્યમ્ જનાર્દન

ઇદાનીમ્ અસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિમ્ ગતઃ

અર્જુન બોલ્યો:

દૃષ્ટ્વા - જોઈ

ઇદાનીમ્ - હવે (હું)

પ્રકૃતિમ્ ગતઃ - સ્વસ્થ થઇ

સચેતાઃ - સચેત

સંવૃત્તઃ અસ્મિ - થયો છું

જનાર્દન - હે જનાર્દન !

તવ - આપના

ઈદમ્ - આ

સૌમ્યમ્ - અતિ શાંત

માનુષમ્ - મનુષ્ય

રૂપમ્ - રૂપને

હે જનાર્દન ! આપણું આ શાંત મનુષ્યરૂપ જોઈ હવે હું ભાનમાં આવ્યો છું અને મૂળ સ્વભાવને પામ્યો છું. (૫૧)