Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ ।
ન ત્વત્સમોઽસ્ત્યભ્યધિકઃ કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ॥ ૪૩॥

પિતા અસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમ્ અસ્ય પૂજ્ય: ચ ગુરુ: ગરીયાન્

ન ત્વત્સમ: અસ્તિ અભ્યધિકઃ કુત: અન્ય: લોકત્રયે અપિ અપ્રતિમ પ્રભાવ

અસ્ય - આ

ચરાચરસ્ય - ચરાચર

લોકસ્ય - જગતના

ત્વત્સમ: - આપણા સમાન

અન્ય: - બીજો કોઈ

અપિ - પણ

ન અસ્તિ - નથી (તો)

અભ્યધિકઃ - વધુ મોટો

કુત: - ક્યાંથી હોય?

અપ્રતિમ પ્રભાવ - હે અનુપમ પ્રભાવવાળા !

ત્વમ્ - આપ

પિતા - પિતા

ગરીયાન્ - સર્વશ્રેષ્ઠ

ગુરુ: - ગુરુ

ચ - અને

પૂજ્ય: - પૂજ્ય

અસિ - છો

લોકત્રયે - ત્રણે લોકોમાં

હે અતુલ પ્રભાવવાળા ! આપ આ સ્થાવરજંગમ લોકના પિતા, પૂજ્ય અને અતિ શ્રેષ્ઠ ગુરુ છો; ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી, તો અધિક તો ક્યાંથી હોય? (૪૩)