Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

સંજય ઉવાચ ।
ઇત્યર્જુનં વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપં દર્શયામાસ ભૂયઃ ।
આશ્વાસયામાસ ચ ભીતમેનં ભૂત્વા પુનઃ સૌમ્યવપુર્મહાત્મા ॥ ૫૦॥

ઇતિ અર્જુનમ્ વાસુદેવ: તથા ઉક્ત્વા સ્વકમ્ રૂપમ્ દર્શયામાસ ભૂયઃ

આશ્વાસયામાસ ચ ભીતમ્ એનમ્ ભૂત્વા પુનઃ સૌમ્યવપુ: મહાત્મા

સંજય બોલ્યો:

ચ - અને

પુનઃ - ફરીથી

સૌમ્યવપુ: - સૌમ્ય શરીરવાળા

મહાત્મા - મહાત્મા

ભૂત્વા - થઈને

ભીતમ્ - ભય પામેલા

એનમ્ - એને

આશ્વાસયામાસ - આશ્વસન આપ્યું.

વાસુદેવ: - વાસુદેવ ભગવાને

અર્જુનમ્ - અર્જુનને

ઇતિ - એમ

ઉક્ત્વા - કહીને

સ્વકમ્ - પોતાનું

તથા - તેવું

રૂપમ્ - ચતુર્ભુજ રૂપ

ભૂયઃ - ફરીથી

દર્શયામાસ - દેખાડ્યું

અર્જુનને એમ કહી મહાત્મા વાસુદેવે પોતાનું (મનુષ્ય) રૂપ ફરી દેખાડયું અને સૌમ્યમૂર્તિ થઇ ભયભીત થયેલા એને ફરી આશ્વાસન આપ્યું. (૫૦)