ભીષ્મ: દ્રોણઃ સૂતપુત્ર: તથા અસૌ સહ અસ્મદીયૈ: અપિ યોધમુખ્યૈઃ
સૂતપુત્ર: - કર્ણ
તથા - તથા
અસ્મદીયૈ: - અમારા પક્ષના
અપિ - પણ
યોધમુખ્યૈઃ - મુખ્ય યોદ્ધાઓ
સહ - સાથે
સર્વ એવ - બધા જ
ત્વામ્ - આપમાં (પ્રવેશ કરે છે)
અવનિપાલસંઘૈ: - રાજાઓના સમુદાય
સહ - સહિત
અમી - પેલા
ધૃતરાષ્ટ્રસ્ય - ધૃતરાષ્ટ્રના
પુત્રાઃ - પુત્રો
ચ - અને
ભીષ્મ: - ભીષ્મ પિતામહ
દ્રોણઃ - દ્રોણાચાર્ય
અસૌ - પેલો
રાજાઓના સમુદાય સહિત પેલા ધૃતરાષ્ટ્રના પુત્રો અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, પેલો કર્ણ તથા અમારા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સાથે બધા જ આપનામાં પ્રવેશ કરે છે. (૨૬)