Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

શ્રીભગવાનુવાચ ।
મયા પ્રસન્નેન તવાર્જુનેદં રૂપં પરં દર્શિતમાત્મયોગાત્ ।
તેજોમયં વિશ્વમનન્તમાદ્યં યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ્ ॥ ૪૭॥

મયા પ્રસન્નેન તવ અર્જુન ઈદમ્ રૂપમ્ પરમ્ દર્શિતમ્ આત્મયોગાત્

તેજોમયમ્ વિશ્વમ્ અનન્તમ્ આદ્યમ્ યત્ મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ્ ॥

શ્રી ભગવાન બોલ્યા:

અનન્તમ્ - (અને) સીમારહિત

પરમ્ - પરમ

વિશ્વમ્ - વિરાટ

રૂપમ્ - રૂપ

તવ - તને

દર્શિતમ્ - દેખાડ્યું છે.

યત્ - જે રૂપ

ત્વદન્યેન - તારા સિવાય (બીજા કોઈએ)

ન દૃષ્ટપૂર્વમ્ - પહેલા જોયું નથી.

અર્જુન - હે અર્જુન !

પ્રસન્નેન - પ્રસન્ન થયેલા

મયા - મે

આત્મયોગાત્ - મારી યોગશક્તિના પ્રભાવથી

મે - મારુ

ઈદમ્ - આ

તેજોમયમ્ - તેજોમય

આદ્યમ્ - જગતના કારણરૂપ

હે અર્જુન ! પ્રસન્ન થયેલા મેં આ મારુ તેજોમય અનંત અને આદ્ય વિશ્વરૂપ મારા પોતાના સામર્થ્યથી તને બતાવ્યું છે, જે તારા વિના બીજાએ પૂર્વે જોયું નથી. (૪૭)

ભાવાર્થ

ભગવાન કહે છે કે

હે અર્જુન ! અનુગ્રહપૂર્વક મે મારી યોગશક્તિના પ્રભાવથી આ મારુ પરમ તેજોમય આદિ અંત રહિત વિરાટ સ્વરૂપ તને દેખાડયું તે મે તારા પહેલા કોઈને દેખાડયું નથી.

કૃષ્ણ દ્વારા આ રૂપ અર્જુનને દેખાડાયું તે પહેલીવાર જ છે. કૃષ્ણ દ્વારા અગર કોઈ અર્જુન બનવા તૈયાર હોય તો જ આ રૂપ દેખાડી શકાય. કારણ કે અર્જુન જેવું એટલું નિ:સંદેહ - એટલું પૂર્ણ શ્રદ્ધાથી - એટલા સમગ્રભાવથી સમર્પિત થવું બહુ જ મુશ્કેલ છે. કૃષ્ણે આ રૂપમાં - કૃષ્ણના રૂપમાં જેને આવું રૂપ દેખાડયું તે એકલો અર્જુન જ છે. અર્જુન થવું અત્યંત કઠણ છે. કૃષ્ણ થવું એટલું કઠણ નથી. કૃષ્ણ થવું એ તો માત્ર પોતાની શ્રદ્ધાથી થવાય પરંતુ અર્જુન થવા માટે તો બીજાની ઉપર - સામાની ઉપર શ્રદ્ધા, ભરોસાથી પૂર્ણતયા સમર્પિત થવું પડે, જે અત્યંત મુશ્કેલ છે. એટલા માટે અર્જુનને ખોળવો કૃષ્ણને પણ મુશ્કેલ પડે છે. જીસસને, બુદ્ધને આવો કોઈ અર્જુન મળ્યો નથી.