Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

યથા પ્રદીપ્તં જ્વલનં પતઙ્ગા વિશન્તિ નાશાય સમૃદ્ધવેગાઃ ।
તથૈવ નાશાય વિશન્તિ લોકાસ્તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધવેગાઃ ॥ ૨૯॥

યથા પ્રદીપ્તમ્ જ્વલનમ્ પતઙ્ગા: વિશન્તિ નાશાય સમૃદ્ધવેગાઃ

તથા એવ નાશાય વિશન્તિ લોકા: તવ અપિ વક્ત્રાણિ સમૃદ્ધવેગાઃ

લોકા: - (આ સઘળા) લોકો

અપિ - પણ

નાશાય એવ - (પોતાના) નાશ માટે જ

તવ - તમારા

વક્ત્રાણિ - મુખમાં

સમૃદ્ધવેગાઃ - ઘણા વેગથી

વિશન્તિ - પ્રવેશ કરે છે.

યથા - જેમ

પતંગા: - પતંગિયા

નાશાય - મરવાને માટે

પ્રદીપ્તમ્ - સળગતા

જ્વલનમ્ - અગ્નિમાં

સમૃદ્ધવેગાઃ - ઘણા વેગથી

વિશન્તિ - પ્રવેશ કરે છે,

તથા - તેવી રીતે

જેમ પતંગિયા નાશ માટે ઘણા વેગથી પ્રજ્વલિત અગ્નિમાં જઈ પડે છે તેવી જ રીતે આ લોકો પણ પોતાના નાશ માટે ખૂબ વેગપૂર્વક આપનાં મુખોમાં પ્રવેશે છે. (૨૯)