Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા ।
શક્ય એવંવિધો દ્રષ્ટું દૃષ્ટવાનસિ માં યથા ॥ ૫૩॥

ન અહમ્ વેદૈ: ન તપસા ન દાનેન ન ચ ઈજ્યયા

શક્ય: એવંવિધ: દ્રષ્ટુમ્ દૃષ્ટવાન્ અસિ મામ્ યથા

યથા - જેવો

મામ્ - મને (તે)

દૃષ્ટવાનસિ - જોયો છે.

એવંવિધ: - એવા સ્વરૂપવાળો

દ્રષ્ટુમ્ - જોવાને

ન શક્ય: - શક્ય નથી

અહમ્ - હું

વેદૈ - ન વેદો વડે

ન તપસા - ન તપ વડે

ન દાનેન - ન દાન વડે

ચ - તેમ જ

ન ઈજ્યયા - ન યજ્ઞ વડે (પણ)

જે પ્રકારે તે મને જોયો, તે પ્રકારે હું વેદો વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી. (૫૩)