Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

વાયુર્યમોઽગ્નિર્વરુણઃ શશાઙ્કઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ ।
નમો નમસ્તેઽસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોઽપિ નમો નમસ્તે ॥ ૩૯॥

વાયુ: યમ: અગ્નિ: વરુણઃ શશાંક: પ્રજાપતિ: ત્વમ્ પ્રપિતામહ: ચ

નમ: નમ: તે અસ્તુ સહસ્રકૃત્વઃ પુન: ચ ભૂય: અપિ નમ: નમ: તે

નમ: નમ: અસ્તુ - નમસ્કાર હો, નમસ્કાર હો !

ભૂય: - ફરીથી

અપિ - પણ

તે - આપને

સહસ્રકૃત્વઃ - હજારો વાર

પુન: ચ - વારંવાર

નમ: નમ: - નમસ્કાર હો, નમસ્કાર હો !

વાયુ: - વાયુદેવ

યમ: - યમરાજ

અગ્નિ: - અગ્નિદેવ

વરુણઃ - વરુણદેવ

શશાંક: - ચંદ્રમા

પ્રજાપતિ: - બ્રહ્મા

ચ - અને

પ્રપિતામહ: - બ્રહ્માના પણ પિતા

ત્વમ્ - આપ જ (છો).

તે - આપને

આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર અને બ્રહ્મા છો. તથા બ્રહ્માનાં પણ પિતા છો; આપને હજારો વાર નમસ્કાર હો! નમસ્કાર હો ! તથા ફરીફરી પણ નમસ્કાર હો ! નમસ્કાર હો! (૩૯)