હે પાર્થ ! મારા અનેક પ્રકારના તથા અનેક વર્ણ અને આકૃતિવાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. (૫)
ભાવાર્થ
નાનાવિધાનિ એટલે કે દેવ - મનુષ્ય - તિર્યક આદિ સમસ્ત ચરાચર જીવો આ દિવ્યાનિ એટલે કે મારા શરીરમાં દેખાતા આ ભિન્ન ભિન્ન પ્રકારના અસંખ્ય તમામ રૂપો દિવ્ય છે. "નાના વર્ણાનિ આકૃતીનિ ચ" તમામ રૂપોના આકારોના વર્ણ, રંગ અને અંગોની બનાવટ પૃથક પૃથક અનેક પ્રકારની છે.