Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ ।
કેચિદ્વિલગ્ના દશનાન્તરેષુ સન્દૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાઙ્ગૈઃ ॥ ૨૭॥

વક્ત્રાણિ તે ત્વરમાણા: વિશન્તિ દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ

કેચિત્ વિલગ્ના: દશનાન્તરેષુ સન્દૃશ્યન્તે ચૂર્ણિતૈ: ઉત્તમાઙ્ગૈઃ

તેઓ :

કેચિત્ - કેટલાક

ચૂર્ણિતૈ: - ચૂરા થયેલા

ઉત્તમાઙ્ગૈઃ - માથા સાથે

દશનાન્તરેષુ - દાંતોની વચમાં

વિલગ્ના: - ચોંટેલા

સન્દૃશ્યન્તે - જણાય છે.

ત્વરમાણા: - વેગપૂર્વક

તે - આપના

દંષ્ટ્રાકરાલાનિ - વિકરાળ દાઢોવાળા

ભયાનકાનિ - ભયંકર

વક્ત્રાણિ - મુખોમાં

વિશન્તિ - પેસે છે. (અને)

તેઓ વેગપૂર્વક આપના વિકરાળ દાઢોવાળા ભયંકર મુખોમાં પેસે છે. અને કેટલાક ચૂરા થયેલા માથા સાથે દાંતોની વચમાં ચોંટેલા જણાય છે. (૨૭)