અસંન્યસ્તસઙ્કલ્પ: - જેને સંકલ્પો - (ફલેચ્છાને કર્તાપણા)નો ત્યાગ કર્યો નથી એવો
કશ્ચન - કોઈ (મનુષ્ય)
યોગી - યોગી
ન ભવતિ - થતો નથી.
પાણ્ડવ - હે અર્જુન !
યમ્ - જેને
સંન્યાસમ્ - 'સંન્યાસ'
ઈતિ - એ પ્રમાણે
પ્રાહુ: - કહે છે
તમ્ - તેને (તું)
યોગમ્ - યોગ
હે પાંડુપુત્ર ! જેને 'સંન્યાસ' કહે છે, તેને તું 'યોગ' જાણ; કેમ કે જેને સંકલ્પ છોડયા ન હોય એવો કોઈ (મનુષ્ય) યોગી થતો નથી. (૨)
ભાવાર્થ
સંકલ્પોનો ત્યાગ નહી કરનાર (અસંન્યસ્ત સંકલ્પ:) માણસ યોગી થઇ શકતો નથી અને તે સંન્યાસી પણ કહેવાતો નથી.
ઈચ્છા, કામના કે વાસનામાં અહંકાર ભળે ત્યારે તે સંકલ્પ (will) કહેવાય. સંકલ્પ એટલે વાસનાને પૂર્ણ કરવાની તીવ્રતા, તીવ્ર આયોજન. પોતાની જાતને દાવ ઉપર લગાવવી તે સંકલ્પ. જુગારી સંકલ્પવાન હોય છે. પોતાની ઈચ્છાઓ ઉપર અહંકારયુક્ત થઈને પોતાની જાતને હોડમાં મૂકવી તે સંકલ્પ કહેવાય. સંકલ્પ પૂરો ના થાય તો માણસ આત્મહત્યા કરે છે.
આપણે સંકલ્પને મજબૂત કરવાનો ઉપદેશ આપીએ છીએ. 'કાર્યમ્ સાધયામિ દેહં પાતયામિ વા' - Do or Die. કૃષ્ણ તેથી ઉલટી વાત કરતા લાગે છે. પણ તેવું નથી. સંકલ્પ છોડવાનો મતલબ (અર્થ) એ છે કે અહંકારમુક્ત સમર્પિત થઇ જાઓ. કહી દો કે તેરી ખુશીમેં મેરી ખુશી હૈ. સમર્પણનો અર્થ - અસફળ થવામાં, હારી જવામાં પણ હું રાજી છું. ફલાકાંક્ષા છોડવી અને અસફળ થવામાં પણ રાજી થવાની તૈયારી એ બંને એક જ વાત છે.
નિષ્કામભાવે ઈશ્વરપ્રીત્યર્થે કર્મ કરતા કરતા ઈશ્વર ઈચ્છાથી જે કઈ સફળતા અગર નિષ્ફળતા મળે તે પ્રસન્નતાપૂર્વક સ્વીકારવી (Acceptability) એ જ સંન્યાસયોગ. To face the life as it comes. સંન્યાસ એટલે કામના, વાસનાથી ઘેરાયેલા મનનું (અહંકારનું) મૃત્યુ. સંન્યાસ એટલે મહામૃત્યુ અને તેનાથી મહાજીવનનો આવિર્ભાવ. અહંકારગ્રસ્ત મનનું બીજ તૂટી જાય (મરી જાય) અને તેમાંથી એક મહાન જીવન (વૃક્ષ) નો પ્રાદુર્ભાવ થાય તે સંન્યાસયોગ - બીજને બચાવવાથી બીજ સડી જાય, તેમ મન (અહંકાર) ને બચાવવાથી મન સડી જાય. મન (અહંકાર)ને, બીજને ફળદ્રુપ જમીનમાં (ધર્મમાં) ધરબી દો, જ્યાં તે નષ્ટ થશે અને જીવનનું મહાન વૃક્ષ પેદા થશે. મન, અહંકારને બચાવવા જશો તો તો પરમાત્માને ખોઈ બેસશો. આ પંચકોશમાંથી અધ્યાસ છોડવાની પ્રક્રિયા છે. This is the struggle for the survival of the fittest (આત્મતત્ત્વ). સંન્યાસ એટલે સંકલ્પનું વિસર્જન. ભગવાને કહ્યું છે કે -
સંકલ્પપ્રભવાન્ કામાન્ ત્યક્ત્વા સર્વાન્ અશેષતઃ ।
(ગીતા - ૬/૨૪)
બુંદ (અહંકાર)ને સાગરમાં(પરમાત્મામાં) ભળી જવું હોય તો તેનું અસલ બુંદ તરીકેનું અસ્તિત્વ (અહંકાર) મિટાવવું પડે.
અહંકાર (ego) ને બચાવવાની યોજનાઓ કરે છે તેને સંકલ્પ કહેવાય. સંન્યાસનો અર્થ સંકલ્પ નહીં પણ સમર્પણ. બરફ (ઘનીભૂત થયેલો અહંકાર - ego) માંથી વરાળ થવાની યાત્રા એટલે સંન્યાસ. સંકલ્પોની, અહંકારની, વાસનાઓની અન્તર્ધારાને વિસર્જિત કરો તો જ સંન્યાસ ઉપલબ્ધ થાય. સંન્યાસ એટલે ઉદાસીન વૃત્તિ (સંકલ્પ - વિકલ્પરહિત વૃત્તિ)
અન્યસ્ત સઙ્કલ્પ: યોગી ન ભવતિ | (ગીતા ૬/૨)
મનથી ભોગવાસનાનો સમૂળ ત્યાગ થયા વિના કોઈ મનુષ્ય યોગી થઇ શકતો નથી. આ પ્રમાણે સંન્યાસી અને યોગી બંનેને ભોગવાસનાનો ત્યાગ કરવો આવશ્યક છે. અને તે રીતે સંન્યાસ અને યોગ બંને વસ્તુતઃ: એક જ છે. યોગ વિના સંન્યાસ દુઃખદાયક છે.