શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

કચ્ચિન્નોભયવિભ્રષ્ટશ્છિન્નાભ્રમિવ નશ્યતિ ।
અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથિ ॥૩૮॥

કચ્ચિત્ ન ઉભયવિભ્રષ્ટ: છિન્નાભ્રમ્ ઈવ નશ્યતિ

અપ્રતિષ્ઠ: મહાબાહો વિમૂઢ: બ્રહ્મણઃ પથિ

છિન્નાભ્રમ્ - છુટા પડેલા વાદળની

ઈવ - પેઠે

ઉભયવિભ્રષ્ટ: - (જ્ઞાન અને કર્મ) બંને માર્ગોથી (ભગવદ્પ્રાપ્તિ અને સાંસારિક ભોગોથી) ભ્રષ્ટ થયેલો

ન નશ્યતિ - નાશ તો પામતો નથી?

મહાબાહો - હે મહાબાહો !

કચ્ચિત્ - શું

બ્રહ્મણઃ - ભગવત્પ્રાપ્તિના

પથિ - માર્ગમાં

વિમૂઢ: - ભ્રાંતિ પામેલો

અપ્રતિષ્ઠ: - (કર્મ અને ઉપાસનાના) આધારરહિત પુરુષ