પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહિ ને અતિ નીચું નહિ એવું દર્ભ, મૃગચર્મ તથા વસ્ત્ર (એવા ક્રમવાળું) પોતાનું સ્થિર આસન સ્થાપી તે આસન પણ બેસી મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઇંદ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો. (૧૧,૧૨)
દેહ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઇ દિશાઓને ન જોતા, નાસિકાનો અગ્રભાગ જોઈને અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઇ, બ્રહ્મચર્યવ્રતમાં રહી, મન વશ કરી, મારામાં ચિત્ત લગાડી મારા પરાયણ અને સમાધિનિષ્ઠ થઇ બેસવું. (૧૩, ૧૪)
ભાવાર્થ
યોગની તમામ વિધિઓ બહારથી શરુ થાય છે અને હૃદયાકાશમાં સમાપ્ત થાય છે. પ્રથમ તો ઇન્દ્રિયોના માલિક થઇ જાઓ તો જ યોગમાં પ્રવેશ થાય.
સ્થિરમાસનમ | સ્થિર આસન
જયારે તમે સમતોલ હો છો ત્યારે ગુરૂત્વાકર્ષણ ન્યૂનતમ હોય છે. Minimum હોય છે. ત્રાંસા ઉભા રહો અને ત્રાંસા બેસો તો જલદી થાકી જશો. સીધા બેસો અગર ઉભા રહો તો ઓછો થાક લાગશે. સિદ્ધાસન, સુખાસન, પદ્માસન એ બધા ન્યૂનતમ ગુરુત્વાકર્ષણના આસાન છે.
ચૈલાજીનકુશોત્તરમ |
કુશ એટલે દાભડો. અજીન એટલે મૃગચર્મ અને ચૈલ એટલે કપડું. મૃગચર્મ Non-conductor of Electricity છે. માનવશરીર ઇલેક્ટ્રિસિટીનું જનરેટર છે. તે પૂરો સમય વિદ્યુત પેદા કરે છે. ધ્યાનના સમયમાં વિદ્યુત એકત્રિત (conserve) થાય છે. બાહ્ય વિઘ્ન, બાધાઓનો નિષેધ કરવાની વ્યવસ્થા કરવાથી ઇન્દ્રિયોને તેના વિષયોમાંથી સંકોરી લેવાનું સહેલું પડે છે. શરીરમાં પેદા થતી (generate) ઇલેક્ટ્રિસિટીનું હૃદયમાં અંતરવર્તુળ (Inner circuit) પેદા થાય છે જે પરમશાંતિ મેળવવા ઉપયોગી સહકારી છે. આખું શરીર એક વિદ્યુત ચક્રમાં છે. શરીરના બધા છેડાના ભાગો અણીદાર નથી પરંતુ વર્તુળાકાર છે. અણીદાર ચીજોમાંથી વિદ્યુત બહાર વહી જાય છે જયારે ગોળાકાર ચીજોમાંથી વિદ્યુત બહાર વહી જતી નથી, પણ વર્તુળાકાર અંદર અંદર ફરે છે. એકત્રિત (conserve) થાય છે. વિદ્યુતનો સ્ત્રોત શરીરમાં છે. ઇન્દ્રિયો માત્ર વિદ્યુતનો ઉપયોગ કરે છે. અને જો શરીરમાં પેદા થતી વિદ્યુતનું હૃદયમાં અંતરવર્તુળ (Inner circuit) થઇ જાય (જો કે આ એક બિલકુલ વૈજ્ઞાનિક પ્રક્રિયા - scientific process છે) તો એક ક્ષણમાં અંતર આકાશમાં યાત્રા શરુ થઇ જાય અને ઇન્દ્રિયોનો વ્યાપાર સંકોચાઈ જતા હૃદયમાં ધ્યાન વખતે પરમ શાંતિનો અનુભવ ઉપલબ્ધ થાય.
અનુકૂળ આસન, સ્થાન, સમય તે ધ્યાનક્રિયામાં બહુ ઉપયોગી છે. Right tuning કરવું પડે અને તો અનેક અજ્ઞાત વસ્તુઓ સાથે ધ્યાનની ઘેરી ક્ષણોમાં તાદાત્મ્ય સ્થાપિત થઇ શકે.
ધ્યાન કરતી વખતે વસ્ત્ર (ચૈલ) સ્વચ્છતમ, કોમળ, રેશમી હોવા જોઈએ. રેશમી કપડાં સુતરાઉ કરતા ઘણા રેઝિસ્ટન્ટ હોય છે, તેથી બીજી ચીજોના પ્રભાવથી ઈમ્પ્રેસીવ થતા નથી. ભોજન વખતે અગર સંભોગ વખતે પહેરેલા કપડાથી ધ્યાન કદાપિ ના થાય. મહાવીરે દિગંબર થઈને પ્રયોગ કર્યો. શુદ્ધ સ્થાનનો અર્થ અપ્રભાવિત સ્થાન જ્યાં સાંસારિક વાતો, વિચારો અને રાજસિક, તામસિક વાતાવરણ ના હોય. સત્સંગનો અર્થ એવા વ્યક્તિનું સાન્નિધ્ય જ્યાં પહોંચીને તમારી અન્તર્યાત્રાને સુગમતા થાય. આ બધી ઝીણી ઝીણી બાબતોમાં પણ ઘેરું વૈજ્ઞાનિક કારણ હોય છે. સત્પુરુષનો એક ક્ષણિક સ્પર્શ અગર સાન્નિધ્ય એક આંતરિક સ્નાન કરાવી જાય છે.
સમંકાયશિરોગ્રિવમ | શરીર, માથું અને ગ્રીવાની સમાનતા.
જયારે તમારી કરોડરજ્જૂની (back-bone) જમીનથી ૯૦ ડિગ્રીના કાટખૂણે થઇ જાય ત્યારે તમે લગભગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર થઇ જાઓ છો અને તે ઉર્ધ્વગમનને માટે માર્ગ બની જાય છે.
નાસાગ્રદ્રષ્ટિથી સંસાર સ્વપ્નવત પ્રતીત થવા લાગશે. સંસાર ધૂંધળું અને ડ્રિમલેન્ડ માલૂમ પડશે - આંખો બંધ કરવાથી સંસાર સ્વપ્નવત માલૂમ નહી પડે પરંતુ અંદર સ્વપ્ના દેખાવા લાગશે જે સત્ય જેવા માલૂમ પડશે. નાસાગ્ર (નાકનું ટેરવું) દ્રષ્ટિમાં એક સંતુલન, સમતા, બે દ્વંદ્વોની વચમાં સ્થિરતા અનુભવાશે. દ્રષ્ટિ નાસાગ્ર થતા બંને આંખોની મધ્યમાં આજ્ઞાચક્ર એવું દ્વાર છે જે ખુલે તો ઉર્ધ્વગમન શરુ થાય છે. આજ્ઞાચક્રની નીચે શરીરની, સંસારની દુનિયા છે અને ઉપર જે મસ્તિષ્કનો ભાગ છે તે પરમાત્મા સાથે જોડાયેલો છે. આજ્ઞાચક્ર એક Secret lock (ગુપ્ત તાળું) છે જે ખોલવા માટેની આ કૂંચી છે. તેમાં જો જરાપણ કામવાસનાનો કચરો ભરાયો હોય તો તે lock - તાળું ખુલે નહિ અને તમારી સમસ્ત જીવન ઉર્જા નીચેની બાજુ વહેવા લાગશે.
બ્રહ્મચર્યનો અર્થ કેવળ વીર્ય રક્ષણ એવો માર્યાદિત અર્થ નથી. કોઈ પણ ભોગ્ય વિષય પ્રતિ પ્રવૃત્તિ ન થવી તેનું નામ પૂર્ણ બ્રહ્મચર્ય એટલે કે સહજ નિર્વિકાર સ્થિતિ.