શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

સુખમાત્યન્તિકં યત્તદ્ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ્ ।
વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ ॥૨૧॥

સુખમ્ આત્યન્તિકમ્ યત્ તત્ બુદ્ધિગ્રાહ્યમ્ અતીન્દ્રિયમ્

વેત્તિ યત્ર ન ચ એવ અયમ્ સ્થિત: ચલતિ તત્ત્વતઃ

તત્ - તે સુખને

વેત્તિ - અનુભવે છે,

ચ - અને (જે અવસ્થામાં)

સ્થિત: - સ્થિત થયેલો

અયમ્ - આ (યોગી)

તત્ત્વતઃ - ભગવત્ સ્વરૂપથી

ન ચલતિ એવ - ચલાયમાન થતો જ નથી;

યત્ર - જે અવસ્થામાં

અતીન્દ્રિયમ્ - ઇન્દ્રિયો વડે ગ્રહણ ન કરાય એવું

બુદ્ધિગ્રાહ્યમ્ - શુદ્ધ થયેલી બુદ્ધિ વડે ગ્રહણ કરવા યોગ્ય

આત્યન્તિકમ્ - અનંત

યત્ - જે

સુખમ્ - સુખ છે,