સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો, મારામાં જોડાયેલા અંતઃકરણ વડે મને ભજે છે, તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. (૪૭)
ભાવાર્થ
આ અધ્યાયનો અંતિમ શ્લોક 'શ્રદ્ધા' ઉપર પૂરો થાય છે. શ્રદ્ધાવાળો યોગી શ્રેષ્ઠ છે.
બે પ્રકારના યોગી હોઈ શકે. શ્રદ્ધાવાળો અને શ્રદ્ધા વગરનો.
૧. ભક્તયોગી
૨. નિષ્કામ કર્મયોગી
નિષ્કામ કર્મયોગી પોતાના પુરુષાર્થથી નિષ્કામ કર્મયોગ કરે તો પરમાત્મા તેને સહાયભૂત તો થાય જ પરંતુ તે માર્ગ લાંબો પડે. તેના કરતા પોતાના પુરુષાર્થની સાથે સાથે પરમાત્માના અનુગ્રહ ઉપર પણ પૂરેપૂરી શ્રદ્ધાથી નિષ્કામ કર્મયોગ કરે તો તેનો માર્ગ વધારે સરળ બની શકે. માટે પરમાત્માના અનુગ્રહ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા સાથે નિષ્કામ કર્મયોગમાં પોતાનો તમામ પુરુષાર્થ કરે તો તેવો યોગી 'સ મે યુક્ત્તમ: મત:' મને પરમ શ્રેષ્ઠ માન્ય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ભક્તિ વિનાનો યોગ વ્યર્થ છે.