A classical painting of Hindu deities, with one figure in blue and gold adorned with jewelry and a crown, and another figure in green and gold, set against a cloudy sky background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ ।
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ॥ ૪૫॥

અહો બત મહત્પાપમ્ કર્તુમ્ વ્યવસિતા: વયમ્

યત્ રાજ્યસુખલોભેન હન્તુમ્ સ્વજનમ્ ઉદ્યતાઃ

કર્તુમ્ - કરવાને

વ્યવસિતા: - તૈયાર થયા છીએ;

યત્ - કેમ કે (અમે)

હન્તુમ્ - હણવા

ઉદ્યતાઃ - તૈયાર થયા છીએ.

અહો - અહો !

બત - શોક છે (કે)

વયમ્ - અમે (સમજુ છતાં)

મહત્પાપમ્ - મહાપાપ

રાજ્યસુખલોભેન - રાજ્ય અને સુખના લોભને લીધે

સ્વજનમ્ - સગાઓને

અહો! ખેદની વાત છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ; કારણ કે રાજ્યસુખના લોભથી અમે સ્વજનને મારવા તૈયાર થયા છીએ. (૪૫)

ભાવાર્થ

મોહગ્રસ્ત હોવાથી વિષાદગ્રસ્ત થયેલો અર્જુન હવે અત્યંત ભગ્નહૃદય થઈને બળાપો કરે છે કે અરેરે ! અમે આ બહુ જ મોટું પાપ કરવા તૈયાર થયા છીએ (વ્યવસિતા:), એટલે કે રાજ્યસુખના લોભે સ્વજનોને હણવા અમે તત્પર થયા છીએ.

અરે ભગવાન ! આ કેટલા બધા ખેદની વાત છે કે એક ક્ષણભંગુર રાજ્યસુખના લોભે અમે આ યુદ્ધભૂમિમાં પિતા, પુત્ર, ભાઈઓ વગેરે અનેક સ્વજનોને મારી નાખવા અને તે પ્રકારે મહાપાપ કરવા અહીં આવ્યા છીએ. શ્રુતિસ્મૃતિ, ધર્મશાસ્ત્ર વિધિનિષેધને જાણનારા અમારા જેવા વિવેકી પુરુષોને આવું ઘોર પાપ કરવું સર્વથા ઉચિત નથી.