Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્માને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે ।
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ॥ ૩૦॥

ગાણ્ડીવમ્ સ્રંસતે હસ્તાત્ત્ ત્વક્ ચ એવ પરિદહ્યતે

ન ચ શક્નોમિ અવસ્થાતુમ્ ભ્રમતિ ઈવ ચ મે મનઃ

મે - મારુ

મનઃ - મન

ભ્રમતિ ઈવ - જાણે ભમે છે (જેથી હું)

અવસ્થાતુમ્ - ઉભો રહેવાને

ચ - પણ

ન શક્નોમિ - સમર્થ નથી

હસ્તાત્ત્ - હાથમાંથી

ગાણ્ડીવમ્ - ગાંડીવ

સ્રંસતે - સરી પડે છે.

ચ - તથા

ત્વક્ - ચામડી

એવ - પણ

પરિદહ્યતે - ઘણી બળે છે.

ચ - અને

હે કૃષ્ણ ! યુદ્ધ કરવા ઇચ્છતા આ સ્વજનોને સામે ઉભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે, મુખ સુકાય છે. શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે. (૨૮, ૨૯)

હાથમાંથી ગાંડીવ સરી પડે છે, ચામડી બળે છે, ઉભો રહેવા હું સમર્થ નથી ને મારુ મન જાણે ભમે છે. (૩૦)

ભાવાર્થ

શ્લોક - ૨૮ થી ૩૦

આ શ્લોકોમાં અર્જુનને વિષાદ, ખેદ થવાને લીધે તેના શરીર અને મન ઉપર શી અસર થઇ છે તેનું વર્ણન અર્જુન શ્રીકૃષ્ણ આગળ કરે છે.

અર્જુન ભગવાનને કહે છે કે યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા થયેલા આપણા જ સ્વજનોને જોઈને મારા અંગ શિથિલ થઇ રહ્યા છે, મારુ મોઢું સુકાવા લાગ્યું છે, મારા શરીરમાં કંપારી વછૂટી છે, મારા રુવા ખડા થઇ ગયા છે, ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકવા લાગ્યું છે, મારી શરીરની ચામડીમાં દાહ થઇ રહ્યો છે, મારાથી હવે ઉભા રહેવાતું નથી અને મારુ મન ચક્કર ખાઈ રહ્યું છે.

અસ્થાને દયા ઉત્ત્પન્ન થવી અને ધર્મકાર્ય કરતી વખતે ખેદ ઉત્પન્ન થવો તે ખતરનાક છે.