શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસઞ્છિન્નસંશયમ્ ।
આત્મવન્તં ન કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ॥ ૪૧॥

યોગસંન્યસ્તકર્માણમ્ જ્ઞાનસંછિન્નસંશયમ્

આત્મવન્તમ્ ન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય

ધનંજય - હે ધનંજય !

યોગસંન્યસ્તકર્માણમ્ - જેણે કર્મયોગ વડે સર્વ કર્મો ભગવાનને અર્પણ કર્યા છે (અને)

જ્ઞાનસંછિન્નસંશયમ્ - જ્ઞાન વડે જેના સંશયો નાશ પામ્યા છે.

આત્મવન્તમ્ - (એવા) આત્મજ્ઞાનીઓને

કર્માણિ - કર્મો

ન નિબધ્નન્તિ - બાંધતા નથી.

હે ધનંજય ! યોગ (ઈશ્વરાર્પણ કર્મ) દ્વારા જેણે સર્વ કર્મોનો સંન્યાસ (ત્યાગ) કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો છેદાયા હોય, એવા આત્મનિષ્ઠ (પુરુષ)ને કર્મો બાંધી શકતા નથી. (૪૧)