એ પ્રમાણે સમજીને પૂર્વના મુમુક્ષુઓએ પણ કર્મ કરેલા છે; માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા તે પૂર્વ કર્મોને કર. (૧૫)
ભાવાર્થ
એવં જ્ઞાત્વા એટલે કે ફળની સ્પૃહાથી મુક્ત થઈને; કર્તા ભાવથી શૂન્ય થઈને, અહંકારથી બહાર જઈને, જનકાદિની માફક.
દુનિયામાં બે પ્રકારના અણસમજુ માણસો છે -
૧, ફલની આકાંક્ષા રાખશે અને તેથી જ કર્મ કરશે, જેવા કે ગૃહસ્થી.
૨, ફળની આકાંક્ષા છોડશે અને સાથે સાથે કર્મ પણ છોડશે, જેવા કે સંન્યાસી.
ભગવાન ત્રીજી વાત કહે છે જે ઘણી જ Arduous - સૂક્ષ્મ, રૂપાંતકારી, Transforming છે.
સંન્યાસી ફળની આકાંક્ષા છોડી દે અને સાથે સાથે કર્મ પણ છોડી દે તેમાં કોઈ મહત્તા નથી, કોઈ ખૂબી નથી. એ તો કોઈ પણ માણસ કરી શકે.
ગૃહસ્થી ફળની આકાંક્ષાથી કર્મ કરે તો તેમાં પણ કોઈ મહત્તા નથી. એ તો બધાય કરે જ છે. એમાં કોઈ વિશેષતા નથી. એ કોઈ સાધના નથી.
ભગવાન કહે છે કે તું કર્મ તો સતત કરતો જ રહે પરંતુ તું તે કર્મનો કર્તા મટી જા. તું ગૃહસ્થાશ્રમમાં રહીને સંન્યાસી બની જા. કર્મ કરવામાં ગૃહસ્થી અને ફળની આકાંક્ષા છોડવામાં સંન્યાસી થઇ જા. That is the right renunciation - આને જ સાચો ત્યાગ કહેવાય અને આવો ત્યાગ - renunciation ઘણાએ, જનકાદિક જેવાએ કરેલો છે.