શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૪જ્ઞાનકર્મ સંન્યાસ યોગ કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ ।તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ ૧૬॥કિમ્ કર્મ કિમ્ અકર્મ ઈતિ કવય: અપિ અત્ર મોહિતાઃ તત્ તે કર્મ પ્રવક્ષ્યામિ યત્ જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત્ તત્ - (માટે) તે કર્મ - કર્મ (તત્ત્વ) તે - તને પ્રવક્ષ્યામિ - સ્પષ્ટ રીતે કહીશ. યત્ - જે જ્ઞાત્વા - જાણીને (તું) અશુભાત્ - દુઃખરૂપ સંસારબંધનથી મોક્ષ્યસે - છૂટશે. કર્મ - કર્મ કિમ્ - કયું (અને) અકર્મ - અકર્મ કિમ્ - કયું ઈતિ અત્ર - એમ એ બાબતમાં કવય: - બુદ્ધિમાન પુરુષો અપિ - પણ મોહિતાઃ - મૂંઝાયા છે; કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે. તે કર્મ વિષે હવે હું તને કહીશ. તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ. (૧૬) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 31 32 33 34 35 36 37 38 39 40