Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ ।
સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સન્તરિષ્યસિ ॥ ૩૬॥

અપિ ચેત્ અસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ

સર્વમ્ જ્ઞાનપ્લવેન એવ વૃજિનમ્ સન્તરિષ્યસિ

અસિ - હોય (તો પણ)

જ્ઞાનપ્લવેન - જ્ઞાનરૂપી વહાણથી

સર્વમ્ એવ - બધા જ

વૃજિનમ્ - પાપોને

સન્તરિષ્યસિ - સારી રીતે તરી જઈશ.

ચેત્ - જો (તું)

સર્વેભ્યઃ - સઘળા

પાપેભ્યઃ - પાપીઓ કરતા

અપિ - પણ

પાપકૃત્તમઃ - વધારે પાપી

જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ, તો પણ જ્ઞાનરૂપ વહાણ વડે સર્વ પાપ રૂપ સમુદ્રને તરી જઈશ. (૩૬)