મને કર્મો લેપતા નથી; કેમ કે મને કર્મફળમાં સ્પૃહા નથી; એમ જે મને જાણે છે, તે કર્મો વડે બંધાતો નથી. (૧૪)
ભાવાર્થ
પરમાત્મા કહે છે કે 'ન મે કર્મફળે સ્પૃહા', મને કર્મના ફળમાં કાંઈપણ સ્પૃહા નથી અને તેથી મારા કર્મો મને લેપતા નથી. એટલા માટે કૃષ્ણનાં કર્મોને કર્મ નહી પરંતુ લીલા કહેવાય છે.
કર્મ અને લીલા (ખેલ)માં ફરક છે.
ફળની આકાંક્ષા હોય તો ખેલ પણ કર્મ બની જાય અને તે બંધન કરે. ફળની આકાંક્ષા ના હોય તો કર્મ પણ ખેલ બની જાય તે બંધન ના કરે.
આખું અસ્તિત્વ નિરુદ્દેશ્ય (ફળની આકાંક્ષા વગરનું) છે, ફૂલ ખીલે છે, પક્ષી ગીત ગાય છે, ચાંદ - તારા - સૂર્ય ફરે છે - બિલકુલ ફળની આકાંક્ષા - સ્પૃહા વગર - Without craving/desire.
Human mind - મનુષ્યનું મન ઉદ્દેશ્ય સિવાય કાંઈ સમજતું જ નથી. આપણા દરેક કર્મ ફળપ્રેરિત છે. - result-oriented છે.
ફલાકાંક્ષી, ફલાતુર:
દુઃખી માણસ જ ફલાતુર હોય છે. અને ફલાતુર આદમી દુઃખી થતો જાય છે.
આ vicious circle - દુષ્ટ ચક્ર છે.
આપણે ઈચ્છાઓનો સેતુ (rainbow bridge) બનાવીએ છીએ પરંતુ આ સેતુ માત્ર જોવાના કામમાં આવે છે. ચાલવાના કામમાં આવતો નથી તેથી દુઃખ પેદા થાય છે.
દુઃખ છે તેથી ઇન્દ્રધનુષ્ય (ઈચ્છાઓનો સેતુ) બનાવીએ છીએ. પરંતુ તેની ઉપર ચલાતું નથી એટલે વધારે દુઃખી થઈએ છીએ. અને તેથી વધારે મોટું ઇન્દ્રધનુષ્ય બનાવીને તેના કરતા વધારે દુઃખી થઈએ છીએ. એટલામાં તો ઇન્દ્રધનુષ્ય તૂટી જાય છે. અને frustration આવી જાય છે. જેથી મરણપર્યંત નિરાશા છવાઈ જાય છે. ઈચ્છાઓનો સેતુ તૂટી જાય છે અને સંધાતો નથી તે પહેલા મૃત્યુ આવી પહોંચે છે તેથી જ મૃત્યુનો ડર લાગે છે. બાકી તો મૃત્યુનો પરિચય નહી હોવા છતાં મૃત્યુનો ડર લાગવાનું બીજું શું કારણ હોઈ શકે? મૃત્યુથી નહી પરંતુ ઇચ્છાઓની અતૃપ્તિથી માણસ ડરે છે. જે નિ:સ્પૃહી છે તેને તો જગત આખું તણખલાની તોલે છે - નિ:સ્પૃહસ્ય તૃણમ્ જગત |
જીવનને નાટક (ખેલ) બનાવો. આપણે તો નાટકને પણ જીવન બનાવીએ છીએ. અને નાટકના દ્રશ્યો જોઈને પણ રોવા બેસીએ છીએ, અને છાતીના ધબકારા શરુ થાય છે.
કૃષ્ણ એક કુશળ અભિનેતા છે. વાંસળી પણ બજાવે અને સુદર્શનચક્ર પણ ઉઠાવે. ગીતાનું ગહન જ્ઞાન પણ આપે અને ગમાર ગોવાળિયાઓ સાથે ગમ્મત પણ કરે. સ્ત્રીઓના કપડાં પણ ચોરે અને સતીત્વનો ઉપદેશ પણ કરે. તેનું આયખું - incosistent - અસંગત લાગે અને Multi dimensional - સર્વતોમુખી લાગે. કૃષ્ણને કંસ કે રાવણનો પાઠ આપો તો તે પણ આબેહૂબ ભજવી બતાવે, નાટકના એક્ટરની માફક નિ:સ્પૃહી થઈને, કારણ કે રામ, રાવણ, કૃષ્ણ, કંસ વગેરે બધું માત્ર સ્ટેજ ઉપર છે. પડદાની પાછળ તો કોઈ રામ, રાવણ, કંસ કે કૃષ્ણ કોઈ જ નથી. બધા એક જ છે.
Human mind - માણસનું મન સમયને ત્રણ ખંડમાં વિભાજીત કરે છે: ભૂત, વર્તમાન અને ભવિષ્ય - (past, present and future). અસ્તિત્વમાં સમયનું વિભાજન નથી. અસ્તિત્વમાં (પરમાત્મામાં) સમય (eternal) - અનાદિ અનંત છે. તેમાં સમયનું વિભાજન છે જ નહિ. બધું વર્તમાન જ છે. તેથી તેમાં ગઈ કાલનું ભૂતકાળનું કર્મ (કારણ) અને આવતી કાલનું ફળ (કાર્ય) નથી. પરમાત્માને માટે બીજ અને વૃક્ષ, કારણ અને કાર્ય નથી, એક ચીજના જ બે હિસ્સા છે. પરમાત્માને માટે જન્મ અને મૃત્યુ, અતીત અને ભવિષ્ય નથી. એક જ ચીજના બે છેડા છે.
જેનું શુભ અગર અશુભ કર્મ કાંઈ બાકી ના રહ્યું હોય તે જ મુક્ત થઇ શકે. જેનું કાંઈ પણ શુભ કર્મ બાકી છે તે સોનાની બેડી પહેરે છે અને જેનું અશુભ કર્મ બાકી છે તે લોખંડની બેડી પહેરે છે. જેનું શુભ અને અશુભ બંને કર્મ બાકી છે તે બંને પ્રકારની બેડીઓ પહેરે છે.
ધ્રુવજી અને પૃથુરાજાના પ્રસંગમાં વ્યાસ નારાયણ 'ભાગવત'માં લખે છે કે તેમણે બંનેએ તેમના જીવનકાળ દરમ્યાન તેમના શુભ અને અશુભ કર્મોને ખતમ કરી નાખ્યા હતા અને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થયા હતા.
ભોગૈઃ પુણ્યક્ષયં કુર્વન્ અભોગૈ: અશુભક્ષયમ્ |
(ધ્રુવજી - શ્રીમદ્ ભાગવત - ૪/૧૨/૧૩)
આરબ્ધાનેવ બુભુજે ભોગાન્ પુણ્યજિહાસયા |
(પૃથુરાજા - શ્રીમદ્ ભાગવત - ૪/૨૧/૧૧)