શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ॥ ૬॥

કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય: આસ્તે મનસા સ્મરન્

ઇન્દ્રિયાર્થાન્ વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ: ઉચ્યતે

માટે,

મનસા - મન વડે

સ્મરન્ - સ્મરણ કરતો

આસ્તે - રહે છે

સ: - તે

મિથ્યાચારઃ - મિથ્યા આચારવાળો (ઢોંગી)

ઉચ્યતે - કહેવાય છે.

ય: - જે

વિમૂઢાત્મા - મૂઢબુદ્ધિ પુરુષ

કર્મેન્દ્રિયાણિ - કર્મેન્દ્રિયોને (હઠપૂર્વક)

સંયમ્ય - દબાવીને

ઇન્દ્રિયાર્થાન્ - ઇન્દ્રિયોના વિષયોનું

જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી - ઢોંગી કહેવાય છે. (૬)

ભાવાર્થ

કર્મેન્દ્રિયો તો જડ છે. મન બહુ ચંચળ છે. જડ ઇંદ્રિયોની ભાંગફોડ કરે તે તો બેવકૂફ, પાગલ, ન્યુરોટીક માણસનું લક્ષણ છે.

કામવાસનાથી ભરપૂર મન મડદા સાથે પણ પોતાની કામવાસના તૃપ્ત કરતા લજવાય નહીં. એમ સાંભળ્યું છે કે અત્યંત સુંદર સ્ત્રી કિલયોપેટ્રા જયારે મરી ગઈ અને તેના મડદાને કબરમાં દફનાવ્યું ત્યારે કેટલાક લોકો તેના મડદાને કબરમાંથી ચોરી ગયા. પંદર દિવસ પછી તેની લાશ મળી આવી અને ચિકિત્સકોએ કહ્યું કે પંદર દિવસમાં અનેક કામી પુરુષોએ તેની લાશથી સંભોગ કર્યો છે. મનની ચંચળતા આટલી બધી પ્રબળ છે તેનો આ નમૂનો છે.

મનને માર્યા વગર એટલે કે મનનું શમન કર્યા વગર માત્ર કર્મેન્દ્રિયોનું દમન કરે, દબાવે, તે મહાન દંભી - hypocrat છે.

કહેવાતા - so called સાધુઓની ખોપરીઓમાં પણ મહાન શેતાન બેઠેલો હોય છે. સાવચેત.

બહારથી ઉપવાસ કરે અને મનથી મીઠાઈ આરોગે, તે દંભ. જિંદગી બહારથી બદલવા કરતાં અંદરથી - મનથી બદલવી જોઈએ. શરીર નષ્ટ થશે તો પ્રેતાત્મા વાસનાઓને લઈને ભટકશે; અને વાસના તૃપ્ત થાય તેવી સગવડવાળું શરીર મન પકડશે.

દંભ, પાખંડ, ધોખાબાજી કોનાથી? બીજાઓથી?

બીજાઓ છેતરાશે પણ આત્મા નહીં છેતરાય.

Self deception - આત્મવંચના મન કરાવે છે. 'વિમૂઢાત્મા' શબ્દ ગાળ છે. આ ગાળ તથ્યગત - Factual છે. નિંદાત્મક - condemnatory નથી. મૂઢને મૂઢ કહેવામાં નિંદા નથી, સૂચના છે.

અજ્ઞાન કરતા પણ વધારે બૂરી ચીજ મિથ્યાજ્ઞાન, પાખંડ છે.

મિથ્યાચાર:

મિથ્યા એટલે સત્ પણ નહીં અને અસત્ પણ નહીં. સદ્ આચાર (સદાચાર) પણ નહીં અને અસદ્ આચાર (દુરાચાર) પણ નહીં. દેખાવમાં સદાચાર અને અંદરખાને દુરાચાર તેનું નામ મિથ્યાચાર (દંભ, પાખંડ). દુરાચાર કરતા પણ મિથ્યાચાર વધારે ખતરનાક (Dangerous) છે.

દુરાચારી સુધરી શકે, મિથ્યાચારી ના સુધરી શકે. બીમારની દવા થાય. બીમારીનો ઢોંગ કરનારની દવા નથી. અંદરથી બીમાર હોય અને બહારથી સ્વસ્થનો ઢોંગ કરે તે બીમારીથી વહેલો મરે. આવો માણસ અંતે બહુ જટિલ (complex) થઇ જાય. તે કરે કાંઈ, થાય કાંઈક, જાણે કાંઈક, માને કાંઈક, દેખે કાંઈક, દેખાડે કાંઈક.

વાણીયા ઝાટકે મહીનું મહી અને હીજડા ફૂટે કાંઈનું કાંઈ.

આવા માણસોની Disintegrated personality હોય છે. તેમનું Inner alignment, Inner tuning, અંદરના બધા સ્વર, સરગમ અસ્તવ્યસ્ત હોય છે.

માત્ર ઇન્દ્રિયોને દબાવવાથી (supress) કરવાથી મન નથી દબાતું પરંતુ ઇન્દ્રિયોને દબાવવાથી મન વધારે પ્રબળ થાય છે. મરતી વખતે, દેહ છોડતી વખતે જો મન કામવાસનાથી ઘેરાયેલું હશે, મનમાં કામવાસનાના કીડા ખદબદતા હશે તો દેહ છૂટતાની સાથે જ આ કામી મન ભૂંડનું શરીર પકડશે કે જે શરીરમાં તેની કામવાસના તૃપ્ત કરવાની પૂરેપૂરી સગવડ છે અને તેમાં કોઈ સરકારનો કે સમાજનો ડર નથી.