આપ આવા ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હો તેવું લાગે છે. તો (જ્ઞાન અથવા કર્મ) એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં. (૨)
ભાવાર્થ
પરમાત્માએ તો નિશ્ચિતપણે કહેલું છે કે સાંખ્ય (જ્ઞાન) ઉત્તમ માર્ગ છે પરંતુ અર્જુનના મગજમાં અનિશ્ચિતતા છે તેથી ફરીથી પૂછે છે કે નિશ્ચિત માર્ગ બતાવો.
સાંખ્ય(જ્ઞાનયોગ) અને યોગ(નિષ્કામ કર્મયોગ) રેલના બે પાટા છે. તે બંને ગાડીને નિશ્ચિત જગ્યાએ પહોંચાડે પરંતુ આ બે પાટા સમાંતર (parallel) હોવાથી કદાપિ ભેગા થાય જ નહીં.
અર્જુન એટલે અ - ઋજુ. ઋજુ એટલે સીધું, ડામાડોળ નહીં. અર્જુન એટલે ડામાડોળ - અનિશ્ચિત જીવાત્મા. અર્જુન ડામાડોળ છે.
અનિશ્ચિત મનને જગતમાં કશુંય નિશ્ચિત નહીં દેખાય. નિશ્ચિત મનને કશુંય અનિશ્ચિત નહીં દેખાય. અનિશ્ચિત મનવાળો માણસ (અ - ઋજુ, અર્જુન) બીજાઓનો (કૃષ્ણનો) નિર્ણય પૂછતો ફરે. શબ્દનો, સિદ્ધાંતનો, શાસ્ત્રનો, ગુરુનો રેડીમેઈડ નિર્ણય ખોળતો ફરે. છતાં પોતે અનિશ્ચિત જ રહે.
સંન્યાસ લઉં કે ના લઉં? તમારી જાતને પૂછો. બીજાને ના પૂછશો. દરેક જુદો જુદો મત આપશે, અને તમે ગૂંચાશો. આપઘાત કરવો હોય તો જલ્દી કરી નાખો. હમણાં જ. કોઈને પૂછવા જશો તો નહીં કરી શકો. Confused થઇ જશો.