Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા ।
તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસમ્ભવમ્ ॥૪૧॥

યત્ યત્ વિભૂતિમત્ સત્ત્વમ્ શ્રીમત્ ઊર્જિતમ્ એવ વા

તત્ તત્ એવ અવગચ્છ ત્વમ્ મમ તેજોંઽશસમ્ભવમ્

તત્ તત્ - તે તે (પ્રાણી)

ત્વમ્ - તું

મમ - મારા

તેજોંઽશસમ્ભવમ્ - અંશથી જ

એવ-તેજ - ઉત્પન્ન થયેલું

અવગચ્છ - જાણ

યત્ યત્ એવ - જે જે કોઈ

વિભૂતિમત્ - ઐશ્વર્યવાળું

શ્રીમત્ - લક્ષ્મી, શોભાવાળું

વા - કે

ઊર્જિતમ્ - બળવાળું

સત્ત્વમ્ - પ્રાણી (હોય)

જે જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી, અથવા બળ કે પ્રાણવાળી હોય, તે તે મારા તેજના અંશથી જ ઉપજેલી તું જાણ. (૪૧)