હે પુરુષોત્તમ ! હે ભૂતોને ઉત્પન્ન કરનારા ! હે ભૂતોના ઈશ્વર ! હે દેવોના દેવ ! હે જગતના સ્વામી ! આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો. (૧૫)
ભાવાર્થ:
માટે હે ભગવન્ ! આપના સ્વરૂપને યથાર્થ રીતે તો આપ એકલા જ જાણી શકો છો - જાણો છો. માનસ રામાયણમાં અયોધ્યાકાંડમાં મહર્ષિ વાલ્મીક આ વાતની સ્પષ્ટતા કરતા ભગવાન શ્રી રામને કહે છે કે,
રામ સરૂપ તુમ્હાર, બચન અગોચર બુદ્ધિ પર |
અવિગત અકથ અપાર નેતિ નેતિ નિત નિગમ કહ || (દોહા ૧૨૬)
ચો.
જગુપેખન તુમ્હ દેખનિહારે, વિધિહરિશંભુ નચાવ નિહારે
તેઉ ન જાનહી મરમુ તુમ્હારા, ઔર તુમ્હ હિ કો જાનનિહારા ||
સોઈ જાનહી જેહિ દેહુ જનાઈ, જાનત તુમ્હહિ તુમ્હઈ હોઈ જાઈ ||
તુમ્હરિહિ કૃપા તુમ્હહિ રઘુનંદન, જાનહી ભગત ભગત ઉરચન્દન ||
ચિદાનંદમય દેહ તુમ્હારી, વિગત વિકાર જાન અધિકારી ||
નરતનુ ધરેહુ સંત સુર કાજા, કરહુ કહહું જસ પ્રાકૃત રાજા ||
રામ દેખી સુની ચરિત તુમ્હારે, જડ મોહહિ બુધ હોહિ સુખારે ||
તુમ્હ જો કહહુ કરહુ સબુ સાચા, જસ કાછિઅ તસ ચાહીઅ નાચા ||
પૂછેઉ મોહિ કી રહૌં કહાઁ, મૈં પૂછત સકુચાઉં |
જહ ન હોહુ તહ દેહુ કહી, તુમ્હહિ દેખાવો ઠાઉ || (દોહા ૧૨૭)