Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ ।
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ॥૧૦॥

તેષામ્ સતત યુક્તાનામ્ ભજતામ્ પ્રીતિપૂર્વકમ્

દદામિ બુદ્ધિયોગમ્ તમ્ યેન મામ્ ઉપયાન્તિ તે

બુદ્ધિયોગમ્ - જ્ઞાનયોગ

દદામિ - હું આપું છું. (ઉત્પન્ન કરું છું)

યેન - જે વડે

તે - તેઓ

મામ્ - મને

ઉપયાન્તિ - પામે છે.

સતત યુક્તાનામ્ - નિરંતર મારા ધ્યાનમાં જોડાયેલા અને

પ્રીતિપૂર્વકમ્ - પ્રેમપૂર્વક

ભજતામ્ - ભજન કરનારા

તેષામ્ - તે (ભક્તોને)

તમ્ - તે (અચળ)

એમ મને પ્રેમપૂર્વક ભજતાં મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે. (૧૦)