હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી; આ વિભૂતિનો વિસ્તાર તો મેં દ્રષ્ટાંતરૂપે કહ્યો છે. (૪૦)
ભાવાર્થ:
ઉપરોક્ત જે બધી વિભૂતિઓ ગણાવી તે તમામ માત્ર ઉદેશત: છે. Illustrative છે. Exhaustive list નથી. કારણ કે ખરેખર તો મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત જ નથી અને જેનો અંત આવે તે વિભૂતિ પણ ના કહેવાય અને દિવ્ય પણ ના કહેવાય. આરંભ અને અંત તો સંસારનો હોય. પરમાત્માની વિભૂતિઓ (Divineness, Divinity) નો આદિ અને અંત ના હોય. કારણ કે પરમાત્માનો પણ આરંભ અને અંત નથી. પરમાત્માની કોઈ વ્યાખ્યા પણ ના હોય. To define God is to defy God. પરમાત્માની વ્યાખ્યા ના થાય પરંતુ અનુભવ થાય. You cannot define the indefinite, undefinable, unfathomable.