જેમ બધે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં હંમેશ રહેલો છે તેમ સર્વ ભૂતોને તું મારામાં રહેલા જાણ. (૬)
ભાવાર્થ
આકાશ અત્યંત વ્યાપક છે. વાયુ ઉપરાંત આખું બ્રહ્માંડ તેમાં સ્થિત છે. આકાશ જેવા તો અનંતકોટી આકાશ બ્રહ્મની વખારમાં ગોટો થઈને પડ્યા છે. માટે બ્રહ્મ તો Total/absolute expansion છે. છતાં જેવી રીતે વાયુ ગરમ થાય - ભીંજાય - સુકાય છતાં આકાશ કદાપિ ગરમ થતું નથી. - ભીંજાતું નથી. તેવી રીતે અનંત કોટી બ્રહ્માંડો સર્જાય - નષ્ટ થાય અગર ફેરફાર થાય તો પણ બ્રહ્મને તેની કાંઈ અસર થતી નથી. બ્રહ્મ નિર્લેપ છે.