Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્ ।
હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે ॥ ૧૦॥

મયા અધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્

હેતુના અનેન કૌન્તેય જગત વિપરિવર્તતે

સૂયતે - ઉપજાવે છે.

અનેન - એ

હેતુના - હેતુથી

જગત - આ જગત

વિપરિવર્તતે - (અનેક રૂપે) બદલાય છે.

કૌન્તેય - હે અર્જુન !

મયા - મારા

અધ્યક્ષેણ - અધ્યક્ષપણાથી

પ્રકૃતિઃ - માયા

સચરાચરમ્ - જડ - ચેતન, સહીત (બધું જગત)

હે કુંતીના પુત્ર ! મારી અઘ્યક્ષતાને લીધે (મારી દ્રષ્ટિ નીચે) પ્રકૃતિ, જડ - ચેતન સહીત જગતને ઉત્પન્ન કરે છે; આ કારણથી જગતનું ચક્ર ફર્યા કરે છે. (૧૦)

ભાવાર્થ:

જગત વિપરિવર્તતે | આ જગત બનતું અને વિખરતું રહે છે. આવાગમનરૂપ ચક્કરમાં ઘૂમે છે.

પરમાત્માની મોજૂદગીમાં પ્રકૃતિ જગતને પેદા કરે છે. પરમાત્મા તો માત્ર Catalyst છે. તેમનું હોવું જ સર્જનનું સૂત્રપાત્ર છે. સૃષ્ટિના સર્જનમાં પરમાત્માને કુંભારની માફક કાંઈ કરવું પડતું નથી. - શેઠની માફક કાંઈ કહેવું પડતું નથી. - પતિની માફક પત્નીને ઈશારો કરવો પડે તેમ પણ નથી. માણસની માફક ઈચ્છા સંકલ્પ કરવો પડે તેવું પણ નથી. માત્ર મોજૂદગી જ બસ છે. જેમ શિક્ષકની હાજરી માત્રથી વિદ્યાર્થીઓ આદરપૂર્વક શાંત બેસી જાય તેમ પરમાત્માની મોજૂદગીમાં જ રચનાનો સિલસિલો શરુ થઇ જાય છે. - જીવન ચાલતું થઇ જાય છે - ઈલેક્ટ્રીસીટીની મોજૂદગીમાં જ આખી મિલની મશીનરી ચાલુ થઇ જાય છે. જગતના સર્જનમાં પરમાત્માનાં હાથની છાપ પણ જોવા નહીં મળે. એટલા માટે વૈજ્ઞાનિકો ગમે તેટલી શોધખોળો Discoveries કરે તો પણ ઈશ્વર નહીં જડે - પરમાત્માની ઝલક પણ નહીં મળે. પરમાત્માની ઝલક કદાચ કોઈને ય મળે તો કોઈ એક કવિને, મૂર્તિકારને, નૃત્યકારને અગર ધ્યાનયોગીને કોઈ એક ક્ષણોમાં મળે.

ધ્યાનાવસ્થિત તદ્ ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિન: |

એને માટે કોઈ prediction - ભવિષ્યવાણી ના થઇ શકે. કોઈપણ સૃજનમાં પરમાત્માની મોજૂદગી હોય તો જ થાય. કવિના હૃદયમાં કવિતાનું સર્જન થાય તે પણ પરમાત્માની ઝલક હોય તો જ થાય. પરમાત્માની મોજૂદગી વગર કોઈ પણ કાવ્યની રચના થાય તો તે માત્ર તુકન્ડબાજી જ થાય. ભલે construction થાય, composition થાય, પરંતુ creation ના થાય.

સ્ત્રીના શરીરમાં પહેલી વખત બાળકનું સર્જન થાય છે ત્યારે સ્ત્રીના શરીરમાંથી પરમાત્માનું સૌંદર્ય નિખરે છે. જ્યાં પણ સૃજનની ક્ષમતા છે ત્યાં પરમાત્માનો અનુભવ આસાન છે. જેટલી સર્જનાત્મક ક્ષણો છે તેમાં પરમાત્માની પ્રતીતિ - નિકટતા છે. વિધ્વંશની ક્ષણોમાં પરમાત્માની અત્યંત દૂરી હોય છે. એટલા માટે હિંસા અધર્મ છે. અને અહિંસા પરમોધર્મ ગણાય છે. અહિંસા પણ જો સર્જનાત્મક હોય તો તે અહિંસા નપુસંક (Impotent) બની જાય. હિંસા પણ જો સર્જનાત્મક હોય તો તે ધર્મ બની જાય. God is not only the creator but he is the creativity himself. સર્જનની પ્રક્રિયા - સર્જનાત્મકતાનું નામ ઈશ્વર. પરમાત્મા એક સર્જનનો પ્રવાહ છે. જ્યાં જ્યાં તેની મોજૂદગી છે ત્યાં ત્યાં અનંત અનંત રૂપોમાં સર્જન પ્રગટ થવા લાગે છે. જીવનનો ખેલ પરમાત્માની મોજૂદગીનો આનંદ છે. તે મોજૂદ હોતા જ જીવન ઉત્સાહથી ભરાઈ જાય છે. માણસની બનાવેલી કોઈપણ ચીજમાં growth હોતો નથી. તેમાં કોઈ જીવનધારા હોતી નથી. માત્ર મુડદાલ હોય છે. માણસ પરમાત્માને ખોળવા માંગતો હોય તો તે સૃજનની creativity ની નિકટમાં જ ખોળી શકશે - મુડદાલ મ્યુઝિયમમાં નહિ.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34