Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્માને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


સતતં કીર્તયન્તો માં યતન્તશ્ચ દૃઢવ્રતાઃ ।
નમસ્યન્તશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે ॥ ૧૪॥

સતતમ્ કીર્તયન્ત: મામ્ યતન્ત: ચ દૃઢવ્રતાઃ

નમસ્યન્ત: ચ મામ્ ભક્ત્યા નિત્યયુક્તા: ઉપાસતે

તે:

મામ્ - મને

ચ - અને

નમસ્યન્ત: - વારંવાર પ્રણામ કરતા

નિત્યયુક્તા: - નિરંતર ધ્યાનમાં જોડાયેલા

ઉપાસતે - ભજે છે.

દૃઢવ્રતાઃ - દ્રઢ નિશ્ચયવાળા ભક્તો

સતતમ્ - નિરંતર

કીર્તયન્ત: - માત્ર કીર્તન કરતા

ચ - તથા (મને પામવા)

યતન્ત: - યત્ન કરતા

ભક્ત્યા - ભક્તિ વડે

(મારી પ્રાપ્તિ માટે) યત્ન કરતા તેઓ દ્રઢ વ્રત ધારણ કરીને સતત મારુ કીર્તન કરતા અને મને નમસ્કાર કરતા સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે. (૧૪)

ભાવાર્થ

સતતં કીર્તયન્ત:

જીવનનું દરેક કર્મ નિષ્કામ સાત્ત્વિક - શુદ્ધ - કર્તાપણાના અહંકાર રહિત - રાગદ્વેષ રહિત - સમષ્ટિના કલ્યાણ માટેનું હોય તો તે કર્મ જ પરમાત્માનું કીર્તન બની જાય. કીર્તનનો અર્થ માત્ર કાંસી જોડા કૂટવા અને રાગડા તાણવા એવો નથી.

યતન્તશ્વ દ્રઢવ્રતા:

એટલે કે વિષમ પરિસ્થિતિમાં પણ નિર્વિકાર મન:સ્થિતિ રાખીને પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોને પરમાત્મભાવમાં ક્રિયાશીલ રાખવી તે. સાધક દશામાં યમ-નિયમનું પાલન આવશ્યક છે. અને તેને માટે દ્રઢવ્રતથી પ્રયત્નશીલ રહેવું પડે છે. સિદ્ધ દશામાં પણ યમ-નિયમનું પાલન આવશ્યક છે. પરંતુ તે સહજ - સ્વાભાવિક રીતે પળાય. આમ બંને દશામાં યમ-નિયમનું પાલન આવશ્યક છે. સિદ્ધ દશામાં યમ-નિયમનું પાલન ના થાય તો પતન થાય.

નિત્યયુક્તા: ઉપાસતે

ઉપાસનાનો અર્થ છે "તેની" પાસે બેસવું. (ઉપ+આસાન = પાસે બેસવું). ગમે ત્યાં બેસો પણ અનુભવ કરો કે હું પરમાત્માની પાસે બેઠો છું. તો તે ઉપાસના થઇ ગઈ. મંદિરમાં કે જંગલમાં - દુકાનમાં કે ઓફિસમા બેઠા હો, ત્યારે પણ પરમાત્માના સાન્નિધ્યનો સતત અનુભવ કરો. હવા આવે તો પરમાત્માના સ્પર્શનો અનુભવ કરો. સૂર્યના કિરણોમાં પરમાત્માના તેજનો અનુભવ કરો. પક્ષીઓના ગીતમાં પરમાત્માના કંઠનો અનુભવ કરો. આવી સતત (નિત્ય યુક્ત) સાંનિધ્યની અનુભૂતિ એ જ ઉપસના. માત્ર મંદિરમાં જઈને ઘંટ વગાડે અને પૂજા કરે એટલી જ ઉપાસના નથી. ઉતાવળમાં ઉતાવળમાં પાઠ પૂજા કરે તે ઉપાસના નહી. ભાડુતી બ્રાહ્મણ પાસે પાઠ પૂજા કરાવે તે ઉપાસના નહી. પંડિત પૂજારીને દલાલી આપે તે ઉપાસના નહી. ખુદ જાતે કરો. પરમાત્મા પતિતપાવન - અધમ ઉધ્ધારણ છે માટે તમે પાપ ના કરો તો પરમાત્મા કોને પાવન કરે અને તેથી બિચારા પરમાત્મા unemployed રહી જાય, બેકાર બની જાય તેવું ના માનતા. માટે હે પરમાત્મા ! તમે પતિતપાવન છો એવી ખુશામત તમારી સ્તુતિમાં કરવા કરતા સર્વત્ર તેની કરુણા - અનુકંપા વહી રહી છે. તેવો જાત અનુભવ કરો.

ફૂલ ખીલે છે - સૂર્ય ઉગે છે. આ બધી પરમાત્માની અહૈતુકી કૃપા છે. તેવું અનુભવો - એ જ સ્તુતિ કીર્તન - ઉપાસના કહેવાય. પ્રત્યેક ક્ષણે - પ્રત્યેક શ્વાસમાં પ્રભુકૃપા અનુભવો. દુઃખમાં, નુક્સાનીમાં પણ પરમાત્માની કરુણાનાં દર્શન કરો કે થવા કરતા તો અનેકગણું ઓછું દુઃખ - નુકશાન થયું.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34