Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલંક્ષીણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ ।
એવં ત્રયીધર્મમનુપ્રપન્ના ગતાગતં કામકામા લભન્તે ॥ ૨૧॥

તે તમ્ ભુક્ત્વા સ્વર્ગલોકમ્ વિશાલમ્ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ્ વિશન્તિ

એવમ્ ત્રયીધર્મમ્ અનુપ્રપન્ના: ગતાગતમ્ કામકામા: લભન્તે

વિશન્તિ - પામે છે

એવમ્ - એ પ્રમાણે

કામકામા: - ભોગોની ઇચ્છવાળા

ત્રયીધર્મમ્ - ત્રણે વેદોમાં કહેલા સકામ કર્મને

અનુપ્રપન્ના: - આશ્રય કરી

ગતાગતમ્ - આવાગમનને

લભન્તે - પામે છે.

તે - તે (સકામી પુરુષો)

તમ્ - તે

વિશાલમ્ - વિશાળ

સ્વર્ગલોકમ્ - સ્વર્ગલોકને

ભુક્ત્વા - ભોગવી

પુણ્યે ક્ષીણે - પુણ્ય ક્ષીણ થતા ફરી

મર્ત્યલોકમ્ - મૃત્યુલોકને

તે વિશાળ સ્વર્ગલોક ભોગવી પુણ્ય ખૂટે છે ત્યારે તેઓ મનુષ્યલોક પામે છે; એમ (સકામ) વેદધર્મનો આશ્રય કરનારા અને વિષયોને ઇચ્છતા (મનુષ્યો) ગમન - આગમન પામે છે. (૨૧)

ભાવાર્થ:

ત્રયીધર્મમ્ અનુપ્રપન્ના: - એટલે કે ત્રણે વેદોમાં કહેલા સકામ કર્મોને શરણે ગયેલા અને,

કામકામા: - એટલે ભોગોની કામનાવાળા લોકો ગતાગતમ્ લભન્તે એટલે કે વારંવાર આવનજાવન (પુનર્જન્મ)ને પ્રાપ્ત થાય છે.

વિશાળ સ્વર્ગીય સુખોને ભોગવ્યા પછી પુણ્ય ખલાસ થઇ જતા જન્મ - મરણના ચક્કરમાં (દુઃખમાં) પડવું પડે છે. દુઃખ એ સુખની છાયા છે. જે સુખ માંગે છે તે દુઃખ પણ માંગી રહ્યો છે. જયારે જયારે સુખની મુઠ્ઠી બાંધે છે ત્યારે આખરે માલુમ પડે છે કે માત્ર દુઃખ જ હાથમાં રહી ગયું છે. તમારી સુખની માંગણી જ ગલત છે. પછી વેદો અને ખુદ કૃષ્ણ કેટલે સુધી મદદ કરી શકે? તમે કહો કે મેં તો સુખ માગ્યું હતુ. સુખનો પડછાયો (દુઃખ) નહોતું માંગ્યું તો પછી સુખનો પડછાયો (દુઃખ) કોને ત્યાં જાય? સુખની સાથે જ સુખનો પડછાયો (દુઃખ) સુખ માંગનારને ત્યાં જ આવે.

સુખ અને દુઃખ અલગ અલગ નથી. જેમાં સુખ મળે છે, તેમાં જ દુઃખ મળે છે. જેમાં અપેક્ષા રાખો છો તેમાં જ ઉપેક્ષા જન્મે છે. જેમાં આશા બાંધો છો તેમાં જ નિરાશા, વિષાદ ફલિત થાય છે. નથી મળતું તો દુઃખ થાય છે, પરંતુ મળે છે ત્યારે પણ સુખ નથી થતું. The poor are worried about poverty, while the rich are worried about plenty. આખરે અમીરોના દીકરા - બુદ્ધે, મહાવીરે - અમીરી છોડીને સ્વૈચ્છિક ગરીબી - voluntary poverty સ્વીકારી.

મન લાગ્યો મેરો યાર ફકીરીમેં

જો સુખ પાયો નામ ભજનમે, સો સુખ નાહી અમીરીમેં

- મન લાગ્યો

હાથમેં લોટા બગલમેં સોટા, ચારો દીશી જાગીરીમેં

- મન લાગ્યો

ભલા બુરા સબકો સુણી લીજે, કર ગુજરાન ગરીબીમેં

- મન લાગ્યો

કહત કબીર સુનો ભાઈ સાધો, સાહેબ મિલે સબૂરીમેં

- મન લાગ્યો

સુખનો આભાસ છે તે વાસનાનો આભાસ છે. જે જીવન પ્રત્યે મોહિત થાય છે તે મરણથી ભયભીત થાય છે. મૃત્યુના ભયથી બચવું હોય તો જીવનનો મોહ - Lust for life છોડો. જે ફૂલ ખીલે છે તે જરૂર કરમાવવાનું. ના કરમાય તો તે પ્લાસ્ટિકનું હશે. સ્વર્ગ પામવાથી વાસના ક્ષીણ નહી થાય - વાસના નવા રૂપે સામી આવશે. પરમાત્માને પણ જે વાસનાના માધ્યમથી ચાહે અગર માંગે તેને સુખ તો મળશે, પરંતુ પુનરાગમન નહી ટળે. જે માણસ સ્વર્ગમાં જઈને પાછો આવે છે અને સ્વર્ગના સુખ ભોગવીને આવે છે અને સ્વર્ગથી જયારે તે ગબડે છે ત્યારે તે મહા નર્કની ગર્તનો અનુભવ કરે છે. આ રીતે સ્વર્ગનું સુખ ભોગવવાનો સોદો મોંઘો પડે કારણ કે ત્યાંથી ગબડવું તો પડશે જ. કામનાની કોઈ પણ ઉપલબ્ધી સ્વપ્નથી વિશેષ નથી.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34