શ્રી પરમાત્મને નમઃ
અધ્યાય ૯
રાજવિદ્યા રાજગુહ્ય યોગ
જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે ।
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ્ ॥ ૧૫॥
જ્ઞાનયજ્ઞેન ચ અપિ અન્યે યજન્ત: મામ્ ઉપાસતે
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ્
જ્ઞાનયજ્ઞેન - જ્ઞાનયજ્ઞ વડે
યજન્ત: - પૂજન કરતા
વિશ્વતોમુખમ્ - વિરાટરૂપ (એવા)
મામ્ - મને (જ)
ઉપાસતે - ઉપાસે છે.
અન્યે - બીજા (કેટલાક)
એકત્વેન - અભેદભાવે
પૃથક્ત્વેન - ભેદભાવે
ચ - અને
બહુધા - બહુ પ્રકારે (જુદા જુદા દેવતારૂપે)
વળી બીજાઓ જ્ઞાનયજ્ઞથી મારુ યજન કરવા મને ઉપાસે છે. હું સર્વત્ર સર્વરૂપે રહેલો છું. એવા મારી કેટલાક લોકો એકત્વભાવથી અદ્વૈતરૂપે, કેટલાક ભેદભાવથી દ્વૈતરૂપે અને કેટલાક વિવિધ પ્રકારે અનેકરૂપે ઉપાસના કરે છે.(૧૫)
ભાવાર્થ
(૧) કેટલાક એકત્વેન એટલે કે એકત્વ ભાવથી અર્થાત જે કાંઈ છે તે બધું માત્ર વાસુદેવ જ છે તેવા ભાવથી મને ભજે છે.
(૨) કેટલાક પૃથક્ત્વેન એટલે કે પૃથક્ભાવથી અર્થાત સ્વામી-સેવક ભાવથી મને ભજે છે, જયારે
(૩) કેટલાક બહુધા અનેક પ્રકારના ભાવથી મને ભજે છે.
બે વ્યક્તિઓ ભિન્ન હોય - બંનેના માર્ગ ભિન્ન હોય, પરંતુ બંનેનું ગંતવ્યસ્થાન પરમાત્મા તો એક જ છે. બીજી વ્યક્તિનો માર્ગ ગલત છે તેવું સાબિત કરવા માટે ધર્મના નામે ઝગડા નહી કરવા. બીજાનો માર્ગ ગલત છે તે સાબિત કરવામાં શક્તિનો વ્યય કરવા કરતા તમે તમારા માર્ગે ચાલો તો વહેલા પહોંચશો. ધર્મ જન્મગત નથી - વ્યક્તિગત છે. જન્મતી વખતે કોઈ હિન્દૂ નથી, મુસ્લિમ નથી, ખ્રિસ્તી નથી. સ્વધર્મની ખોજ જન્મથી પૂરી નથી થતી. સ્વધર્મની ખોજ કરવી પડે છે. દરેકનો સ્વધર્મ અલગ હોય છે. પોતાના જ સ્વધર્મમાં નિષ્ઠા રાખો. બીજાનો સ્વધર્મ તેને નિષ્ઠાપૂર્વક પાળવા દો. માર્ગ નહી પણ નિષ્ઠા જ પહોંચાડશે. હાથ - પગ - આંખ - શરીર માબાપ તરફથી મળે છે, કારણ કે તે biological છે. ધર્મ અને આત્મા biological નથી. સ્વધર્મ અને આત્મા દરેકનો ભિન્ન છે. સ્વધર્મ પાળવો એ તો શૂરવીરોનું મોટું સાહસ છે. તેમાં કમજોરોનું કામ નથી.
હરિનો મારગ છે શૂરાનો નહી કાયરનું કામ જોને,
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.
કેટલાક મને વિરાટ સ્વરૂપ પરમાત્માને જ્ઞાન દ્વારા પૂજે છે. જ્ઞાન એ જ તેમનો યજ્ઞ છે. એકત્વ ભાવથી એટલે કે જે કાંઈ છે તે બધું પરમાત્મા વાસુદેવ જ છે. જ્યાં જ્ઞાતા - જ્ઞાન - જ્ઞેય બધું એક થઇ જાય. To know means to be one with it. સાકારમાં પણ જે નિરાકારને દેખે, વ્યક્તિમાં અવ્યક્તને, જડમાં ચેતનને, સ્થૂળમાં સૂક્ષ્મને, સગુણમાં નિર્ગુણને દેખે તે જ્ઞાન દ્રષ્ટિ. ઝૂંપડામાં અને મહેલમાં એક જ આકાશ છે તે તો ઝૂંપડું અને મહેલ બંને તોડી નાખો ત્યારે ખબર પડે. ઉપાધિપદે અલગ અલગ દેખાતો છતાં પરમાત્મા દરેક આત્માઓમાં એક જ છે.
અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ
જૂજવે રૂપે અનંત ભાસે (નરસિંહ)
બીજો વર્ગ છે ભક્તનો. ભેદભક્તિ - સ્વામીસેવક ભાવ. Knowing નહી - Loving ભાવથી ભજે, તેમને માટે જ્ઞાન શુષ્ક શબ્દ છે, જેમાં કોઈ રસ - ધારા નથી.
જ્ઞાન મસ્તિષ્કનો વિષય છે, જયારે ભક્તિ હૃદયનો વિષય છે
જ્ઞાન એ ગણિતની formula છે, જયારે ભક્તિ એક ફૂલને ખીલી ઉઠાવાની ક્રિયા છે.
જ્ઞાન અને ભક્તિ બંનેમાં પરમાત્મા સાથે ઐક્ય તો સધાય જ છે. પરંતુ તે ઐક્યનો પ્રકાર અલગ અલગ છે.
જ્ઞાન denies differences. ભક્તિ unites differences.
જ્ઞાનમાં ભેદનો નિષેધ છે. ભક્તિમાં ભેદનો અભેદ છે.
જ્ઞાનમાં બે નથી, એક જ છે. ભક્તિમાં બંને રહે છે એક જેવા.
જ્ઞાનની એકતા કરતા ભક્તિની એકતા વધારે સમૃદ્ધ - રસમય છે.
જ્ઞાનમાં Mathematical (complete - specific) unity છે ભક્તિમાં Spiritual unity છે.
જૈનિઝમ જ્ઞાનમાર્ગી છે. મહાવીરને તમે નાચતા - કૂદતા નહી જુઓ. સુફીઝ્મ ભક્તિમાર્ગી છે, તે પરમાત્માને માશુક માનીને નાચે છે. હિન્દુ ધર્મ બંને માર્ગનું યોગ્ય રીતે પ્રતિપાદન કરે છે, માટે અદભુત છે.
શંકરાચાર્યના જ્ઞાનમાર્ગમાં ભક્તિ અનુસ્યૂત છે. ગીતામાં બંને માર્ગનો સમન્વય છે, તેથી સુંદર છે.
જ્ઞાનમાં અદ્વૈતની વિશેષતા છે, ભક્તિમાં દ્વૈતની વિશેષતા છે.
જ્ઞાનમાર્ગમાં - હું જ તુ છું - અહં બ્રહ્માસ્મિ.
ભક્તિમાર્ગમાં - હું અને તુ એક જ છીએ - તત ત્વમ્ અસિ.
કર્મમાર્ગમાં - સૃષ્ટિજગત તારું જ સ્વરૂપ છે - સર્વં ખલુ ઇદમ્ બ્રહ્મ.
મીરાની ભક્તિમાં સ્ત્રૈણ્ય છે, સંકોચ છે, સૌંદર્ય છે.
સૂફીની ભક્તિમાં પુરુષત્વ છે, નિઃસંકોચ છે, શૌર્ય છે.
ખ્રિસ્તી ધર્મ કર્મમાર્ગી છે - તે "બહુધા ઉપાસતે"