Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણં સુહૃત્ ।
પ્રભવઃ પ્રલયઃ સ્થાનં નિધાનં બીજમવ્યયમ્ ॥ ૧૮॥

ગતિ: ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણમ્ સુહૃત્

પ્રભવઃ પ્રલયઃ સ્થાનમ્ નિધાનમ્ બીજમ્ અવ્યયમ્

હે અર્જુન !

પ્રભવઃ - ઉત્પન્ન કરનાર

પ્રલયઃ - નાશ કરનાર

સ્થાનમ્ - સ્થિતિરૂપ

નિધાનમ્ - લયસ્થાન (અને)

અવ્યયમ્ - અવિનાશી

બીજમ્ - કારણ (પણ)

અહમ્ - હું (જ છું)

ગતિ: - પ્રાપ્ત કરવા યોગ્ય

ભર્તા - ભરણપોષણ કરનાર

પ્રભુઃ - બધાનો સ્વામી

સાક્ષી - શુભાશુભનો દ્રષ્ટા

નિવાસઃ - સર્વનું નિવાસસ્થાન

શરણમ્ - આશ્રય

સુહૃત્ - નિ:સ્વાર્થ હિતકારી

સર્વની ગતિ, પોષણકર્તા, પ્રભુ, સાક્ષી, રહેઠાણ, શરણ, સુહૃદ, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, નિધાન (આધાર) તથા અવિનાશી બીજ હું છું. (૧૮)

ભાવાર્થ:

(૧) ગતિ - એટલે પ્રાપ્ત થવા યોગ્ય હું જ છું.

(૨) ભર્તા - એટલે ભરણપોષણ કરનારો હું જ છું.

(૩) પ્રભુ - એટલે બધાનો સ્વામી હું જ છું.

(૪) સાક્ષી - એટલે તમામ શુભ - અશુભ દેખનાર હું જ છું.

(૫) નિવાસ - એટલે બધાનું વાસસ્થાન હું જ છું.

(૬) શરણમ્ - એટલે શરણ લેવા યોગ્ય હું જ છું.

(૭) સુહૃદ - એટલે કે ચાહીને હિત કરનારો હું જ છું.

(૮) પ્રભવ - એટલે હું જ ઉત્પત્તિ છું.

(૯) પ્રલય - એટલે હું જ પ્રલયરૂપ પણ છું.

(૧૦) સ્થાનમ્ - એટલે હું જ બધાંયનો આધાર છું.

(૧૧) નિધાનમ્ - એટલે પ્રલયકાળમાં સંપૂર્ણ ભૂત સૂક્ષ્મરુપથી મારામાં જ લય પામે છે.

(૧૨) બીજમ્ - એટલે હું જ બધાનું કારણ છું. (cause of all causes)

(૧૩) અવ્યયમ્ - હું જ અવિનાશી છું.

વગેરે બધું હું જ છું.

ગતિ : એટલે હું જ પ્રાપ્ત કરવા યોગ્ય છું. બાકીનું બધું - મકાન - મોટર - પૈસા વગેરે જે કાંઈ માણસ પ્રાપ્ત કરે છે, તે બધું જ છેલ્લે દિવસે ખોવા માટે. આખરે મોત બધુંય છીનવી લેશે, છતાં માણસ વસિયતનામું કરતો જાય છે એટલે કે મરી ગયા પછી પણ પોતાનો હક્ક દાવો રાખવાની ચેષ્ટા કરે છે. માત્ર એક જ સંપદા જે મોત નથી છીનવી શકતું, તે પરમાત્મા છે. જયારે આખી જિંદગી તમારી નથી થઇ તો પછી વસિયતનામું તમારું થવાનું છે? તમે જોવા પાછા આવવાના છો?

પ્રભવઃ બીજમ : મારામાંથી તમારો જન્મ થયો - મેં જ તમારી સાર - સંભાળ કરી - છેવટે મારામાં જ તમે મળી જવાના - બધાનું અંતિમ બીજ કારણ હું છું. હું જ બનાવું છું, હું જ સંભાળું છું, હું જ મીટાવું છું, તમે નાહક વચમાં આવો છો. તમારો અહંકાર નાહકનો પોતાને માલિક સમજે છે - નિર્ણાયક સમજે છે. અહંકાર એમ જ સમજે છે હું જ નિર્ણય કરું અને તેમ જ હું ચાલુ. અહંકાર સમર્પણ કરવા તૈયાર નથી.

ડગમગ ઠાલી શાને કરે?

તારું ધાર્યું નહી થાય, તારું ધાર્યું નહી થાય,

ગમતું થાશે ગોવિંદનું.

કોઈનું જાણ્યું નહી જાય, કોઈનું જાણ્યું નહી જાય

કરીએ શ્રીકૃષ્ણ ઉપાસના.

મરણ નહી આવે કાનોમાં કહીને

થાશે અંધારું ઓચિંતું દઈને

ચેત ચેત નહી તો પસ્તાઈશ

કરીએ શ્રીકૃષ્ણ ઉપાસના.

તું માલકીયત છોડી દે. આ માલકીયત જ તારું દુઃખ છે. અને તે જ તારું પાપ છે. પોતાના અહંકારને મજબૂત કરવો એ જ મોટામાં મોટું પાપ છે.અને અહંકારને પીગળાવવો એ જ મોટું પુણ્ય છે. અહંકારની સંપૂર્ણ વિલીનસ્થિતિ એ જ પરમાત્માની પ્રાપ્તિ. અહંકાર એટલે અંધાપો (Spiritual blindness). અહંકાર વિલીન થતાની સાથે જ પ્રજ્ઞાની આંખ ખૂલે છે અને ત્યારે જ જીવન જેવું છે તેવું પહેલી જ વાર દેખાય છે.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34