Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


તપામ્યહમહં વર્ષં નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ ।
અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન ॥ ૧૯॥

તપામિ અહમ્ અહમ્ વર્ષમ્ નિગૃહ્ણામિ ઉત્સૃજામિ ચ

અમૃતમ્ ચ એવ મૃત્યુ: ચ સત્ અસત્ ચ અહમ્ અર્જુન

અહમ્ - હું

અમૃતમ્ - જીવન

ચ - અને

મૃત્યુ: - મૃત્યુ

ચ - અને

સત્ - સત્ (સ્થૂળ)

અસત્ - અસત્ (સૂક્ષ્મ જગત પણ)

અહમ્ એવ - હું જ (છું.)

અર્જુન - હે અર્જુન!

અહમ્ - હું (સૂર્ય રૂપે)

તપામિ - તપું છું.

વર્ષમ્ - જળને (મેઘરૂપે)

નિગૃહ્ણામિ - હું ગ્રહણ કરું છું.

ચ - અને

ઉત્સૃજામિ - વરસાવું છું.

ચ - અને

હું (સૂર્યરૂપે) તપું છું. વરસાદ રોકુ છું. તથા વરસાદ વરસાવું છું; અને હે અર્જુન ! અમૃત તથા મૃત્યુ,

સત્ અને અસત્ હું જ છું. (૧૯)

ભાવાર્થ:

(૧) તપામિ અહં - એટલે હું જ સૂર્યરૂપે થયેલો તપું છું.

(૨) અહમ્ વર્ષમ્ નિગૃહણામિ - ઉત્સૃજામિ એટલે કે હું જ વરસાદને આકર્ષણ કરું છું અને વરસાવું છું.

(૩) અહમ્ અમૃતમ્ ચ મૃત્યુ: ચ - એટલે કે હું જ અમૃત પણ છું અને મૃત્યુ પણ છું.

(૪) સત્ ચ અહમ્ અસત્ ચ અહમ્ - સત્ પણ હું છું - અસત્ પણ હું છું. બધું હું જ છું.

પરમાત્માનાં ઉપરોક્ત વિધાનો તમામ paradoxical - contradictory - વિરોધાભાસી દેખાય છે. જગતમાં જેટલા દ્વંદ્વ દેખાય છે તે બધું મનનું કારણ છે. મન નિર્દ્વંદ્વ પરમાત્માને તેની સંપૂર્ણતામાં in totalityમાં જોઈ શકે તેમ નથી. પરમાત્મા એટલે Total/Absolute existence. સંપૂર્ણ અસ્તિત્વમાં કોઈ દ્વંદ્વ નથી - નિર્દ્વંદ્વ છે. છતાં જીવનમાં જે જન્મ - મૃત્યુ, સારું - બૂરું, સુંદર - કુરૂપ, સાધુ - અસાધુ, સુખ - દુઃખ જે કાંઈ દ્વંદ્વો દેખાય છે તે મનનું કારણ છે. જેમ કે સૂર્યનો ઉદય અગર અસ્ત થયો જ નથી. આકાશમાં ઉત્તર - દક્ષિણ દિશાઓ દેખાય છે પરંતુ અફાટ આકાશમાં કોઈ દિશા છે જ નહીં. સમુદ્રમાં મોજાની ઉત્ત્પત્તિ - લય દેખાય છે. પરંતુ બધા જ મોજા સમુદ્રનો જ અંશ છે. અને સમુદ્રની ઉત્ત્પત્તિ લય ક્યાંય નથી. તેવી જ રીતે જીવનમાં (અસ્તિત્વમાં) જન્મ - મૃત્યુ જેવું કાંઈ નથી. જીવન તો સતત વહેતુ છે. Continuous છે. જીવન જન્મની માફક શરુ થતું દેખાય છે. અને મૃત્યુની માફક પૂર્ણ થતું દેખાય છે. પરંતુ જીવન (ચેતના, existence, આત્મા) નો કોઈ આદિ નથી, કોઈ અંત નથી.

નદી બે કિનારાઓ વચ્ચે વહે છે તેથી કરીને બંને કિનારાઓ એકબીજાના વિરોધી અગર તો અલગ અલગ નથી. બેમાંથી એક કિનારો કાઢી નાખો તો બીજો કિનારો ના ટકે. મૃત્યુને બંધ કરી દો તો જન્મ બંધ થઇ જાય. અંધકારને લીધે પ્રકાશ માલુમ પડે છે. નદીના બંને કિનારાઓમાં Competition નથી અને તેઓ નદીને પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરતા નથી. આ વાત મન-બુદ્ધિના ગણિતમાં નહીં ઉતરે. જીવનનું (પરમાત્માનું) ગણિત જુદું છે.

યુદ્ધ ગમે તેટલું ભયંકર છે, પરંતુ ખેલથી વધારે તેની મહત્તા નથી. જિંદગી તમારા ગણિતના બધા હિસાબોને અસ્તવ્યસ્ત કરી દે છે. આગ અને પાણીને કોઈ મિત્રાચારી નથી. બંને એક બીજાના દુશ્મન આપણને દેખાય છે. પરંતુ કૃષ્ણ કહે છે કે આગ પણ હું છું અને પાણી પણ હું છું. આગમાં હું જ ભભુકુ છું અને પાણીરૂપે હું બુઝાવું છું, પરમાત્મા જીવન છે. (અમૃતં ચ) એમ બધા ચિન્તનિકો કહે છે. પરંતુ પરમાત્મા મૃત્યુ પણ છે એમ કહેવાની કોઈની હિંમત ચાલતી નથી. જયારે પરમાત્મા પોતે ઉઠીને ગીતામાં કહે છે કે "કાલોઽસ્મિ" હું કાળ છું અને "મૃત્યુ: સર્વહરશ્ચ અહમ્" આખરે તમારી પાસેથી બધું આંચકી લેનાર - પડાવી લેનાર મૃત્યુ પણ હું જ છું.

આપણે મૃત્યુને જીવનથી વિપરીત સમજીએ છીએ, આપણને ખબર નથી કે જીવતો હોય તે જ મરી શકે. જીવતો ના હોય તે મરે જ કેવી રીતે? જે જીવતો હોય તેને જ મરવું પડે. ખરેખર તો મૃત્યુ જીવનને સમાપ્ત નથી કરતું, પરંતુ નવું જીવન બક્ષે છે. અને એમ કરતે કરતે જીવનને પૂર્ણ કરે છે. Death is the full stop between life and rebirth. માટે મૃત્યુની ક્ષણ અવસાદની ક્ષણ નથી, પરંતુ ઉત્સવની ક્ષણ છે

જ્યાં જ્યાં વિરોધ દેખાય ત્યાં ત્યાં બરાબર ધ્યાનથી જોશો તો છેક નીચે એકતાની ધારા દેખાશે. ગુલાબ અને કાંટા અલગ અલગ જગ્યાએથી નથી આવતા. એ જ રસ કાંટા બને છે અને એ જ રસ ગુલાબ બને છે. એ જ રસ ચોખા બને છે અને એ જ રસ ફોતરાં - ઘાસ બને છે. બંનેનું અસ્તિત્વ એકઠું - સંયુક્ત છે. અસ્તિત્વ એકી સાથે જ ગુલાબ અને કાંટાને બંનેને ઉગાડે છે. શિવજી વિધ્વંશના દેવતા છે, પરંતુ શિવલિંગ કૈલિક - Symbol છે - જનનેંદ્રિયનું symbol પ્રતીક છે - સર્જનનું પ્રતીક છે. શિવજી જન્મ અને જીવનના પણ દેવતા છે. હું જ જીવન છું, મૃત્યુ પણ હું જ છું. શિવજી જીવનના પ્રતીક તરીકે છે. અને વિધ્વંશના દેવતા છે. જેને વિધ્વંશની અંતિમ સીમાને touch કરવું હોય - તેણે જન્મની પહેલી ક્ષણમાં પણ ઉપસ્થિત હોવું જોઈએ. જેને મૃત્યુનો રસ્તો બનવું હોય તેને જન્મનું દ્વાર પણ બનવું જોઈએ. મૃત્યુ એમનું કામ છે, જન્મ એમનું પ્રતીક છે.

સત્ - અસત્ ચ અહમ

ન તત્ સત્ ન તદ અસત્ ઉચ્યતે | (ગીતા ૧૩)

સત્ એટલે જે છે, અસત્ એટલે જે નથી. જે છે તે તો હું જ છું, પરંતુ જે નથી તે પણ હું જ છું. એક વૃક્ષ કાલે નહોતું - આજે છે - આવતી કાલે નહીં હોય. તો હોવું અને ના હોવું - બંને કોઈ ને કોઈ રીતે એકબીજાની સાથે જોડાયેલા હોવા જોઈએ. તમે કાલે નહોતા - આજે છો - આવતી કાલે નહીં હોવાના. આજે તમારી હોવાની ગંગા (જીવન) વહે છે, ગઈકાલે તમે નહોતા અને આવતી કાલે તમે નહીં હોવાના. આ બે નહીં હોવાના તમારા બે કિનારાની વચમાં આજે તમારી હોવાની ગંગા (જીવન) વહે છે. આ બે તમારા નહીં હોવાના કિનારા ના હોય તો આજે તમારું હોવાપણું ના રહે. દરેક દિવસ તેની આગળ પાછળ બે રાત્રીઓથી ઘેરાયેલો છે અને દરેક રાત્રી તેની આગળપાછળ બે દિવસોથી ઘેરાયેલી છે. જે કાંઈ છે તે બે નથીની વચમાં ઘેરાયેલું છે - વિપરીત કિનારા બનેલા છે. જે કોઈ ચીજ છે તેની સંભાવના છે કે એક દિવસ તે નથી થઇ જવાની. That which “is” can be that which “is not”. “Is” can be “is not”.

આકાશમાં જે તારા આજે તમને દેખાય છે તે તો કેટલાય વર્ષો પહેલા ખતમ થઇ ગયા હોય છે, પરંતુ તેના પ્રકાશને પૃથ્વી ઉપર આવતા કરોડો વર્ષ લાગે છે તેથી તે તમને આજે જ દેખાય છે. એવી જ રીતે અસંખ્ય તારાઓ આકાશમાં નવા જન્મ્યા છે, જે તમને કરોડો વર્ષ પછી દેખાશે ત્યારે તો તે ખતમ થઇ ગયા હશે. બનવું અને મટવું (બગડવું) બંને અલગ અલગ સમયે ઘટિત નથી થતું. જન્મ અને મૃત્યુ - ઉત્પત્તિ અને લય બંને એકી સાથે ચાલુ હોય છે. It is a simultaneous process. એક બાજુ પ્રસૂતિગૃહો પણ રાત દિવસ ધમધોકાર ચાલે છે અને બીજી બાજુ સ્મશાનગૃહ પણ રાતદિવસ અવિરતપણે ચાલતું હોય છે. આ બંને પ્રસુતિગ્રહો અને સ્મશાનગૃહોમાં કદાપિ રજા અગર રીસેસ પડતી નથી. જયારે તમે જુવાન હો છો ત્યારે પણ તમે વૃદ્ધ થઇ રહ્યા હો છો એટલા માટે અમુક કઈ ચોક્કસ તારીખે તમે યુવાન મટીને વૃદ્ધ થયા તેની ખબર પડતી નથી.

જન્મની ક્ષણથી જ મૃત્યુની ક્ષણ શરુ થઇ જાય છે તેથી મૃત્યુ ક્યાંથી આવ્યું તેની ખબર પડતી નથી. મોટર - મશીનરી ચાલુ કરી ત્યારથી જ તેનું Wear and tear શરુ થઇ જાય છે. તેથી ઘસારા ફન્ડ ખાતું દર સાલ રાખવું પડે છે. જયારે જમણો પગ ઉપાડો છો ત્યારે ડાબો પગ ઉભો રહી ગયેલો લાગે છે અને Vice versa. પરંતુ ડાબો પગ એટલા માટે ઉભો રહી જાય છે કે જેથી કરીને જમણો પગ ઉપડી શકે. જયારે તમને લાગે છે કે હું જીવી રહ્યો છું ત્યારે મોત કદમ ઉઠાવી રહ્યું હોય છે. હોવું - ના હોવું, સત - અસત બંને એક જ અસ્તિત્વના બે હિસ્સા છે.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34