હે શત્રુને તપાવનાર ! આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. (૩)
ભાવાર્થ:
શ્રદ્ધાયુક્ત હૃદય - Trusting heart. શ્રદ્ધાનો અર્થ છે - એક ઘેરું અપનાપણું - એક ભરોસો - એક આત્મીયતા, અજ્ઞાત પ્રત્યે અજાણ્યા પ્રત્યે પણ ભરોસાનો ભાવ. એરોપ્લેનનાં પાઇલોટને જોયો નથી, ઓળખતા નથી. છતાં મધ્ય દરિયે પચાસ હજાર ફૂટની ઊંચાઈએ, આઠસો માઈલની ઝડપે માત્ર તેના ભરોસે ઉડવાનું. શ્રદ્ધા અત્યંત અસંભવ ઘટના છે. શ્રદ્ધા એક એવું ફૂલ છે જે ક્યારેક કરોડોમાં કોકને જ કોકવાર ખીલે છે પરંતુ તે જયારે ખીલે છે ત્યારે તેના અનંત દ્વાર ખુલી જાય છે.