Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ॥ ૧૧॥

અવજાનન્તિ માં મૂઢા: માનુષીમ્ તનુમ્ આશ્રિતમ્

પરમ્ ભાવમ્ અજાનન્ત: મમ ભૂતમહેશ્વરમ્

મૂઢા: - અજ્ઞાની પુરુષો

માનુષીમ્તનુમ - મનુષ્ય શરીરને

આશ્રિતમ્ - આશ્રય કરી રહેલા

મામ્ - મને

અવજાનન્તિ - તુચ્છ (સાધારણ મનુષ્ય) સમજે છે.

ભૂતમહેશ્વરમ્ - પ્રાણી માત્રાના મહાન ઈશ્વરરૂપ

મમ - મારા

પરમ્ - શ્રેષ્ઠ (સૂક્ષ્મ)

ભાવમ્ - સ્વરૂપને

અજાનન્ત: - ન જાણનારા

મારા પરમ ભાવને જ જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર એવા મારી અવજ્ઞા કરે છે. (૧૧)

ભાવાર્થ:

મૂઢ એટલે Foolish નહીં નહિ પરંતુ idiot. મૂઢ એ મૂર્ખ કરતા પણ ખરાબ અવસ્થા છે. નાનું બાળક મૂર્ખ હોય પરંતુ મોટો માણસ થતા પોતે અજ્ઞાની હોવા છતાં હું જ બધું જાણું છું તેવા અહંકારમાં તે મૂઢ બનતો જાય છે.

અજ્ઞાન + અહંકાર = મૂઢપણું

મૂર્ખતા કરતા મૂઢતા વધારે ગંભીર બીમારી છે. મૂઢતા છોડે તો માણસ ઈમાનદાર થઇ શકે. પોતાને સુધરવું નહીં અને બીજાને સુધારવા નીકળી પડે તે માણસ પણ મૂઢ કહેવાય. મૂઢ માણસ કહે છે કે - અગર જો ઈશ્વર હોય તો સામે આવી જાય. પરંતુ કદાચ જો ઈશ્વર સામે આવી જાય તો તે મૂઢ માણસ એમ જ કહે કે તુ ઈશ્વર છું જ નહીં. પૂછો શિશુપાલને - જરાસંઘને - રાવણને - અયોધ્યાના ધોબીને. માણસની ચેતના જેટલી વિકસિત હોય તેટલું જ અને તેવું જ તે જોઈ શકે.

કીડીને પોતાની જાતની પણ ખબર નથી કે હુ કીડી છું. તો પછી તેને હાથીનું સ્વરૂપ કેમ સમજાય? માણસને પરખવા માટે પણ કમ-સે-કમ માણસની ચેતના જોઈએ. જેનામાં પશુબુદ્ધિ છે. તે સાચા માણસને પણ નહીં ઓળખી શકે તો પછી તે ઈશ્વરને તો ક્યાંથી ઓળખી શકે. તમે ગીતા વાંચતા હોય અને મોટેથી શ્લોકો બોલતા હો ત્યારે તમારી પાસે બેઠેલી બિલાડી ઉંદરડું ક્યાં ખૂણામાંથી નીકળશે તેની તલાશ કરતી હોય. બિલાડીની ચેતના ગીતાના સંબંધમાં બંધ પડેલી છે.

પરમાત્મા ખુદ સામે આવીને ઉભા રહે તો પણ મૂઢ માણસ શંકા કરે કે - ભગવાન તે વળી બૈરી ખોવાય ત્યારે રોતા હશે? - કાલયવન પાછળ ત્યારે તેની બીકથી મથુરાનું રણ છોડીને નાસી જતા હશે? ગમાર ભરવાડણની છોકરીઓ સાથે નાચતા હશે? ભગવાન તે વળી આવા નમાલા હોતા હશે? એમને તે વળી ભૂખ- તરસ લાગતી હશે કે ઝાડો પેશાબ થતો હશે? એમને મરી ગયા ત્યારે કોણે ક્યાં બાળ્યા હશે કે દાટ્યા હશે? મૂઢ માણસો આવી અનેક પ્રકારની તર્ક - વિતર્ક - કુતર્કવળી શંકાઓ કરતા હોય છે અને અમે આવા ભગવાનને માનતા નથી તેવું અહંકારી વર્તન બતાવતા હોય છે.

તમે ભગવાનને ના માનો તેથી કાંઈ ભગવાનનું કશુંય બગડી જવાનું નથી. ભગવાનને કાંઈ તમારા વોટ -vote નથી જોઈતા કે તમને હાથ જોડીને વિનંતી કરે કે "મને ભગવાન માનો જ માનો" પરંતુ તમે જો ભગવાનને નહી માનો તો નુકશાન તમને છે. ભલે બધા લોકો ભગવાન ના હોય કહે પરંતુ "ન જાને કેહી રૂપમેં નારાયણ મીલ જાય" માટે તમે જો બધા લોકોને ભગવદ્ સ્વરૂપ માનીને ચાલશો તો તમારો જગત સાથેનો વ્યવહાર સુધરી જશે અને તમારો સંસાર સુખમય બનશે - એમ તમને તો ફાયદો જ થશે.

માણસની મૂઢતાનું કેન્દ્ર તેનો પોતાનો અહંકાર ego છે. માણસ પરમાત્માને માનવા તૈયાર નથી. પરંતુ ચમત્કારને માનવા તૈયાર છે. પરમાત્માનો આટલો આટલો ચમત્કાર મૂઢ માણસને દેખાતો નથી. પરંતુ કોઈ કહેવાતો સાધુ ઉટાંગ પુટાંગ ચમત્કાર બતાવે તો તેને જ ભગવાન છે તેમ માનવા લાગે છે. આ મૂઢતા છે.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34