અતિશય દુરાચારી પણ બીજાને નહીં ભજતાં જો મને જ અનન્ય ભાવથી ભજે તો તેને ઉત્તમ જ માનવો; કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળો થયો છે. (૩૦)
ભાવાર્થ:
અત્યંત દુરાચારી માણસ પણ જો તે
(૧) દુરાચાર કરવાનું છોડી દે
(૨) દુરાચારી કૃત્યો માટે પેટ ભરીને પસ્તાવો કરે
(૩) પાપાચરણ માટે તેનામાં વ્યાકુળતા પેદા થાય.
(૪) સમ્યક્ સદાચારનું આચરણ શરુ કરે અને
(૫) પરમાત્માની અનન્ય ભક્તિના માર્ગે વળી જાય
તો તે
(૧) તાત્કાલિક ધર્માત્મા બની જાય
(૨) શાશ્વત શાંતિ પામે
(૩) પ્રતિજ્ઞાપૂર્વક પરમાત્મા તેની અધોગતિ ના થવા દે.
સમ્યક્ વ્યવસિત: એટલે યથાર્થ નિશ્વયવાળો : One who hopes against hopes, આત્યંતિક સંકલ્પવાળો; પરમાત્માના માર્ગમાં જરા પણ કમજોર ના રહે તેવો, વાલિયામાંથી વાલ્મિક થવાના દ્રઢ નિશ્વયવાળો, કાગડામાંથી કાકભુશુંડિ થવાની તીવ્ર થવાની તીવ્ર લગનવાળો, આવો માણસ જો અનન્ય ભાવથી મારી ભક્તિમાં લાગી જાય તો તે અધમમાં અધમ હોય તો ય તે મહાપાવન થઇ શકે.
શકુનાધમ સબ ભાંતિ અપાવન | પ્રભુ મોહિ કીન્હ વિદિત જગપાવન || (કાકભુશુંડિ)
ગીધ અધમ ખગ આમિષ ભોગી | ગતિ દીન્હી જેહિ જાચત જોગી || (માનસ રામાયણ)