Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ ।
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ ॥ ૯॥

પુણ્ય: ગન્ધઃ પૃથિવ્યામ્ ચ તેજ: ચ અસ્મિ વિભાવસૌ

જીવનમ્ સર્વભૂતેષુ તપ: ચ અસ્મિ તપસ્વિષુ

વિભાવસૌ - અગ્નિમાં

તેજ: - તેજ

અસ્મિ - હું છું

ચ - અને

તપસ્વિષુ - તપસ્વીઓમાં

તપ: - તપ

અસ્મિ - હું છું

પૃથિવ્યામ્ - પૃથ્વીમાં

પુણ્ય: - પવિત્ર

ગન્ધઃ - ગંધ

ચ - તથા

સર્વભૂતેષુ - સર્વ પ્રાણીઓમાં

જીવનમ્ - જીવન (છું)

ચ - અને

વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું; સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું. (૯)